Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મ્યાનમારની સૈન્ય સરકારનો મોટો નિર્ણય:માફી યોજના હેઠળ 600 મહિલા સહીત 5774 કેદીઓને છોડી મુકાશે

નવી દિલ્હી :મ્યાનમારની સૈન્ય સરકાર માફી યોજના હેઠળ લગભગ 6,000 કેદીઓને મુક્ત કરશે.આમાં ચાર વિદેશી કેદીઓનો પણ સમાવેશ થાય છે. મ્યાનમારની મીડિયા સંસ્થાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન લગભગ 5774 કેદીઓને મુક્ત કરવામાં આવશે. જેમાં 600 મહિલા કેદીઓનો છે. આ રાષ્ટ્રીય વિજય દિવસ પર કરવામાં આવી રહ્યું છે.

 સરકારના પ્રવક્તા મેજર જનરલ જૉ મીન તુને ગુરુવારે વોઈસ ઑફ મ્યાનમાર અને યાંગોન મીડિયા ગ્રુપને જણાવ્યું કે ઑસ્ટ્રેલિયન શૈક્ષણિક સીન ટર્નેલ, જાપાની ફિલ્મ નિર્માતા તોરુ કુબોટા, ભૂતપૂર્વ બ્રિટિશ રાજદ્વારી વિકી બોમેન અને એક અજાણ્યા અમેરિકન નાગરિકને મુક્ત કરવામાં આવ્યા છે અને તેમના દેશોમાં પાછા મોકલવામાં આવ્યા છે

જોકે, આ કેદીઓની મુક્તિ અંગે હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. સુરક્ષા દળોએ સિડનીની મેક્વેરી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના સહાયક પ્રોફેસર, 58 વર્ષીય ટર્નેલની યંગોનની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. દેશના સત્તાવાર રહસ્યોના કાયદા અને ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ સપ્ટેમ્બરમાં તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જાપાનના 26 વર્ષીય કુબોટાને ગયા વર્ષે યાંગોનમાં સૈન્ય દ્વારા સત્તા પર કબજો કરવા સામે આયોજિત પ્રદર્શનની તસવીરો અને વીડિયો લેવા બદલ 30 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેને ગયા મહિને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તે જ સમયે, મ્યાનમારમાં ભૂતપૂર્વ બ્રિટિશ રાજદૂત બોમેનને તેના પતિ સાથે ઓગસ્ટમાં યંગૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેનો પતિ મ્યાનમારનો નાગરિક છે. તેમના રહેઠાણની નોંધણી ન કરવા બદલ તેમને સપ્ટેમ્બરમાં એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

  આ સિવાય એશિયા પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન (APEC)ફોરમની બે દિવસીય સમિટ શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં શરૂ થશે. યુક્રેનમાં યુદ્ધ, એશિયામાં વર્ચસ્વ માટે હરીફાઈ, ખાદ્ય અને ઊર્જાની અછતની વૈશ્વિક કટોકટી, ફુગાવો અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપ 21 સભ્યોની સંસ્થા માટે ચર્ચાના વિષયોમાં છે.

(11:25 pm IST)