Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

MCD ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર :અમિતભાઇ શાહ સહિતના દિગજ્જ નેતાઓ સભા ગજાવશે

સ્ટાર પ્રચારકોમાં જેપી નડ્ડા, અમિતભાઈ શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, આદેશ ગુપ્તા, બૈજયંત પાંડા, અલકા ગુર્જર, રામવીર સિંહ વિધુડી, હર્ષ વર્ધન, મીનાક્ષી લેખી, મનોજ તિવારી, ગૌતમ ગંભીર, હંસરાજ હંસ,સહિતનો સમાવેશ

નવી દિલ્હી :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યાં બીજી તરફ દિલ્હીમાં મ્યુનિસિપિલ કોર્પોરેશનની પણ એજ સમયે ચૂંટણી યોજાવાની છે જેના પગલે ભાજપ-આપ અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ સ્થિતિ વચ્ચે ભાજપે એમસીડી ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડા સહિત 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

   સ્ટાર પ્રચારકોની યાદીમાં જેપી નડ્ડા, અમિતભાઈ  શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, આદેશ ગુપ્તા, બૈજયંત પાંડા, અલકા ગુર્જર, રામવીર સિંહ વિધુડી, હર્ષ વર્ધન, મીનાક્ષી લેખી, મનોજ તિવારી, ગૌતમ ગંભીર, હંસરાજ હંસ, પ્રવેશ વર્મા, રમેશ બિધુરી, ગજેન્દ્ર, શેખેન્દ્ર, ગજેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની, સર્બાનંદ સોનોવાલ, રાધા મોહન સિંહ, જિતેન્દ્ર સિંહ, ગિરિરાજ સિંહ, અનુરાગ સિંહ ઠાકુર, યોગી આદિત્યનાથ, મનોહર લાલ ખટ્ટર, પુષ્કર સિંહ ધામી, જયરામ ઠાકુર, કેશવ પ્રસાદ મૌર્ય, હેમા માલિની, સુશીલ મોદી, રવિ કિશન, સંબિત પાત્રા, શ્રી સિદ્ધાર્થન, દુષ્યંત કુમાર ગૌતમ, મનજીત સિંહ સિરસા, એલ. મુરુગન, અન્નામલાઈ, દિનેશ લાલ યાદવ (નિરહુઆ), વિજય ગોયલ અને સંજીવ બાલ્યાન.નો સમાવેશ કરાયો છે

(11:51 pm IST)