Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

૧૯થી ૨૧ દરમિયાન પીએમ મોદી સોરાષ્‍ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ૮ સભાઓ સંબોધશે

સૌરાષ્‍ટ્ર-દ. ગુજરાતની ૩૦ વિધાનસભા બેઠકને આવરી લેતો કાર્યક્રમ : ૧૯મીએ વલસાડ, ૨૦મીએ સોમનાથ જશેઃ વેરાવળ-ધોરાજી-અમરેલી-બોટાદમાં જાહેરસભાઃ ૨૧મીએ સુરેન્‍દ્રનગર-જંબુસર અને નવસારીમાં સભા

નવી દિલ્‍હી તા.૧૭: પીએમ મોદી ૧૯મીથી ૩ દિવસ સુધી સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૮ જેટલી જાહેરસભાઓને સંબોધન કરશે. તેઓની સભાઓ એ રીતે ગોઠવવામાં આવી છે કે, ૩૦ જેટલી વિધાનસભા બેઠકોને તેઓ આવરી લેશે. તેઓ ફરી ૨૩ અને ૨૮ નવેમ્‍બરના રોજ ગુજરાત આવશે અને આ દરમિયાન તેઓ ૧૫ જેટલી સભાઓને સંબોધન કરશે. વડાપ્રધાન ૧૯મીએ સાંજે વલસાડ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. તેઓ ૨૦મીએ સોમનાથ મંદિરની મુલાકાત લેશે. ત્‍યારબાદ વેરાવળ-ધોરાજી-અમરેલી અને બોટાદમાં સભા સંબોધશે. તે જ દિવસે રાત્રી રોકાણ ગાંધીનગર કરી ૨૧મીએ સુરેન્‍દ્રનગર, જંબુસર અને નવસારી સભાઓ સંબોધી નવી દિલ્‍હી પરત ફરશે. પીએમ મોદી રોડ શો પણ યોજવાના છે.

ભાજપે પીએમની સભાઓ એવી રીતે ગોઠવી છે કે, દરેક સભા પાંચથી સાત વિધાનસભા બેઠકોને આવરી લે. રાજ્‍યની તમામ બેઠકોને વડાપ્રધાન આવરી લે તેવી શક્‍યતા છે.

(12:00 am IST)