Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

દિલ્‍હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની

૧૧૭ શહેરોના ૬ હજારથી વધુ શહેરોમાં થયો સર્વે

નવી દિલ્‍હી,તા. ૧૭ : ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય છે કે દિલ્‍હી સતત ચોથા વર્ષે દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઇ છે. ત્‍યારબાદ ઢાકા (બાંગ્‍લાદેશ), નજામિના (ચાડ) અને મસ્‍કટ (ઓમાન) છે. સૌથી વધુ પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો પ્રથમ સ્‍થાન પર ભિવાડી અને બીજા ક્રમ પર ગાજિયાબાદ છે. તો બીજી તરફ ત્રીજા નંબર પર ચિનના શિનજિયાંગ રીઝનનો ઉત્તર-પશ્વિમી શહેર હોટન છે. વર્લ્‍ડ એર ક્‍વોલિટી રિપોર્ટ ૨૦૨૧ માં આ વાત કહેવામાં આવી છે. ૬,૪૭૫ શહેરોના પોલ્‍યૂશન ડેટા સર્વેમાં એ પણ ખબર પડી છે કે એક પણ શહેર વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનના એર ક્‍વોલિટી સ્‍ટાડર્ડ્‍સમાં ખરું ઉતર્યું નથી અને કોવિડ સંબંધી ઘટાડા છતાં કેટલાક વિસ્‍તારોમાં સ્‍મોગ છે. ફક્‍ત ન્‍યૂ કેલેડોનિયા, યૂએસ વર્જિન આઇસલેંડ્‍સ અને પ્‍યુર્ટો રિકો WHO PM2.5 એર ક્‍વોલિટી ગાઇડલાઇન્‍સ પર ખરા ઉતર્યા છે.

રિપોર્ટ અનુસાર ઉત્તર ભારતની સ્‍થિતિ સૌથી ખરાબ છે. દિલ્‍હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની છે. જેમાં ગત વર્ષની તુલનામાં લગભગ ૧૫ ટકા વધારો થયો છે. અહીં વાયુ પ્રદૂષણનું સ્‍તર ડબ્‍લ્‍યૂએચઓની સેપ્‍ટી લિમિટથી લગભગ ૨૦ ગણું વધારે હતું, જેમાં વાર્ષિક સરેરાશ માટે પીએમ૨.૫ ૯૬.૪ માઇક્રોગ્રામ પ્રતિ ક્‍યૂબિક મીટર હતું. સેફટી લિમિટ ૫ છે.

દિલ્‍હીનું વાયુ પ્રદૂષણ વિશ્વ સ્‍તર પર ચોથા ક્રમ પર છે. દુનિયાનું સૌથી પ્રદૂષણ સ્‍થાનનું ભિવાડી છે. ત્‍યારબાદ દિલ્‍હીની પૂર્વી સીમા પર ઉત્તર પ્રદેશનો ગાજિયાબાદ જિલ્લો. ટોપ ૧૫ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૧૦ ભારતમાં છે અને સૌથી વધારે રાષ્ટ્રીય રાજધાનીની આસપાસ છે. ટોપ ૧૦૦ સૌથી પ્રદૂષિત સ્‍થળોની યાદીમાં ભારતનો ૬૩ ક્રમ છે. અડધાથી વધુ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં છે.

૨૦૨૧ માં વૈશ્વિક વાયુ ગુણવત્તાની સ્‍થિતિનું અવલોકન પ્રસ્‍તુત કરનાર આ રિપોર્ટ, ૧૧૭ દેશોના ૬,૪૭૫ શહેરોના પીએમ ૨.૫ વાયુ ગુણવત્તા ડેટા પર આધારિત છે. રિપોર્ટ અનુસાર સૌથી પ્રદૂષિત રાજધાની શહેરોમાં ઢાકા બાદ દિલ્‍હીના બીજા સ્‍થાન પર છે. ત્‍યારબાદ ચાડમાં એન'જાનેમા, તાજિકિસ્‍તાનમાં દુશાંબે અને ઓમાનમાં મસ્‍કટ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે દુનિયાના સૌથી ૫૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૩૫ ભારતમાં છે. દેશમાં પીએમ ૨.૫ નું વાર્ષિક સરેરા સ્‍તર ૨૦૨૧ માં ૫૮.૧ માઇક્રોગ્રામ પ્રતિ ઘ મીટર પર પહોંચી ગયું, જેથી તેમાં ત્રણ વર્ષમાં નોંધાયેલો સુધારો અટકી ગયો છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં -૨.૫ નું વાર્ષિક સ્‍તર ૨૦૧૯ માં લોકડાઉનમ પહેલાંના સ્‍તર પર પહોંચી ગયું છે. ચિંતાની વાત એ છે કે ૨૦૨૧ માં કોઇપણ ભારતીય શહેર પાંચ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના ડબ્‍લ્‍યૂએચઓના માપદંડ ખરું ઉતર્યું નથી.

(12:00 am IST)