Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

બેડરૂમની વચ્‍ચે બાથરૂમ ધરાવતા ઘરને ૧.૬ કરોડમાં વેચવા મુકાયું

લંડન,તા.૧૮: પ્રત્‍યેક ઘરની ડિઝાઇન એમાં રહેનારા લોકોના ટેસ્‍ટનો ચિતાર આપતી હોય છે. જોકે બ્રિટનના બર્મિંગહેમના ત્રણ બેડરૂમના એક ઘરને વેચાણ માટે મૂકવામાં આવ્‍યું છે, જેની  કિંમત ૧,૭૫,૦૦૦ પાઉન્‍ડ (લગભગ ૧.૬ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે આ ઘરમાંના ત્રણમાંથી એક બેડરૂમની વચ્‍ચોવચ શાવર રૂમ સેટ કરવામાં આવ્‍યો છે.

મોટા ભાગે ઘર ‘સામાન્‍ય'જણાતા આ ઘરમાં ખાડીની તરફ પડતી બારીઓ, વિશાળ માસ્‍ટર બેડરૂમ, બીમ-સીલિંગ રસોડું, વરસાદી ફુવારા સાથેનું બાથરૂમ અને વરંડા સાથેનો બેકયાર્ડ દર્શાવતી વિશાળ લાઉન્‍જ હતી. જોકે ઘરનો એક બેડરૂમ થોડો અલગ હતો. શાવરની એક તરફ સિંગલ બેડ, બેડસાઇડ ટેબલ અને એક ડેસ્‍ક છે; જયારે કે બીજી તરફ રંગીન સ્‍ટોરેજ યુનિટ છે અને પારદર્શક કાચ ધરાવતો શાવરનો ક્‍યુબિકલ આ બંને બાજુઓને જુદી પાડે છે.

(10:43 am IST)