Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મુંબઈ-પુણે એક્‍સપ્રેસ વે પર ગમખ્‍વાર અકસ્‍માત થતાં ૫ લોકોના મોત

મુંબઇ, તા.૧૮: મહારાષ્‍ટ્રના ખોપોલી વિસ્‍તાર નજીક મુંબઈ પુણે એક્‍સપ્રેસ વે પર શુક્રવારે સવારે એક કારે અન્‍ય વાહનને ટક્કર મારતાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી ચારનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું અને એકનું હોસ્‍પિટલ લઈ જતાં રસ્‍તામાં મોત થયું હતું. ઈજાગ્રસ્‍ત લોકોને કામોથેની MGM હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

(11:03 am IST)