Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૬.૮૫ કરોડથી વધુ રિટર્ન દાખલ

૩૧ ડીસે. સુધીમાં આંકડો વધશે

નવી દિલ્‍હી તા. ૧૮ : નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે અત્‍યાર સુધીમાં ૬.૮૫ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્‍યા છે. આ આંકડો ૩૧ ડિસેમ્‍બર સુધી વધી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. વ્‍યક્‍તિગત કેટેગરીમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઇન્‍કમ ટેક્‍સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ હતી, જયારે કોર્પોરેટ અને અન્‍ય લોકો કે જેમને તેમના એકાઉન્‍ટ્‍સનું ઓડિટ કરાવવાની જરૂર છે, તે તારીખ ૭ નવેમ્‍બર, ૨૦૨૨ હતી.

જો કોઈ વ્‍યક્‍તિ આ છેલ્લી તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ કરવામાં નિષ્‍ફળ જાય તો તે પેનલ્‍ટી ભરીને ૩૧ ડિસેમ્‍બર સુધી રિટર્ન ફાઈલ કરી શકે છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સીસના અધ્‍યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, ‘મૂલ્‍યાંકન વર્ષ ૨૦૨૨-૨૩ માટે અત્‍યાર સુધીમાં ૬.૮૫ કરોડ ટેક્‍સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્‍યા છે અને અમને આશા છે કે ૩૧ ડિસેમ્‍બર સુધીમાં આ સંખ્‍યામાં વધારો થશે.

 

(11:04 am IST)