Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

4Gની સ્‍પીડમાં JIO નં.૧

ડાઉનલોડ - અપલોડમાં સૌથી આગળ

મુંબઇ તા. ૧૮ : ટેલિકોમ અગ્રણી જિયોના 4G નેટવર્કમાંથી સૌથી ઝડપી સરેરાશ ડાઉનલોડ અને અપલોડ ઝડપ જોવા મળી છે. ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા દ્વારા જારી કરવામાં આવેલા આંકડા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ટ્રાઈએ ઓક્‍ટોબરમાં બીએસએનએલને 4G સ્‍પીડ લિસ્‍ટમાંથી કાઢી નાખ્‍યું છે, કારણ કે કંપનીએ હજુ આ સેવાઓ શરૂ કરવાની બાકી છેજિયોએ ગયા મહિને 20.3 MB પ્રતિ સેકન્‍ડ (mbps)ની સરેરાશ ઝડપ સાથે ડાઉનલોડ સ્‍પીડમાં ટોચનું સ્‍થાન મેળવ્‍યું હતું.

લિસ્‍ટમાં જિયો પછી એરટેલનો નંબર આવે છે. તેણે ઓક્‍ટોબર દરમિયાન 15 mbpsની ડાઉનલોડ સ્‍પીડ રેકોર્ડ કરી હતી. આ પછી વોડાફોન આઈડિયા14.5 mbps સ્‍પીડ સાથે ત્રીજા સ્‍થાને આવે છે.

જિયોની 4G અપલોડ સ્‍પીડ ઓક્‍ટોબરમાં ઘટીને 6.2 mbps થઈ ગઈ છે જે સપ્‍ટેમ્‍બરમાં 6.4 mbps હતી. જો કે, તેણે શ્રેણીમાં તેનું ટોચનું સ્‍થાન જાળવી રાખ્‍યું છે.

(11:44 am IST)