Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

'ઓશો બાશો'ના વેચાણને રોકવાની માંગણી : મુંબઇ ચેરીટી કમિશ્નર ઓફીસ સમક્ષ સન્યાસીઓનો ઉત્સવમય દેખાવો

બે દિવસ પહેલા મુંબઇની ચેરીટી કમિશ્નર ઓફીસ સમક્ષ લગભગ ૩૦૦ ઓશો સન્યાસીઓ દ્વારા પુના સ્થિત ઓશો આશ્રમના 'ઓશો બાશો' તરીકે ઓળખાતા ભુખંડને વેચવાની પ્રક્રિયાનો શાંતિપુર્ણ ઢબે બેનર દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો. 'ઓશો ઇઝ નોટ ફોર સેલ', 'સેવ ઓશો સમાધી', જેવા બેનરો દર્શાવી ઓશો વર્લ્ડના સંપાદક સ્વામી ચૈતન્યકિર્તી, આરતી રાજદાન, સ્વામી ગોપાલભારતીની આગેવાની હેઠળ દેખાવો દરમિયાન નૃત્ય-કિર્તન ઉત્સવ મનાવી સાગર કિનારે સાંજના સમયે મૌન ધ્યાન ક્રિયા કરવામાં આવી હતી. આ ઉત્સવમાં બિહાર, બંગાળ, બેલગામ, મહારાષ્ટ્ર, ઓડીશા, હરીયાણા, પંજાબ, મધ્યપ્રદેશ સહીતના રાજયોમાંથી આવેલા ઓશો સન્યાસીઓએ ભાગ લીધો હતો. આ મુદ્દે ચેરીટી કમિશ્નર દ્વારા ર૩ મી નવેમ્બરની વધુ એક તારીખ મુકરર કરવામાં આવી છે.

(1:39 pm IST)