Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

૧૭ વર્ષની નિધિને ચોથા માળેથી ફેંકનાર સુફીયાનનું એન્‍કાઉન્‍ટરઃ પગમાં ગોળી વાગી

નિધિ ગુપ્તાની હત્‍યા કરનાર આરોપી સુફિયાન UP પોલીસ એન્‍કાઉન્‍ટરમાં ઘાયલ થયોઃ યુપી પોલીસે સુફિયાન પર ૨૫,૦૦૦ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ હતુ

નવી દિલ્‍હી, તા.૧૮: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ૧૭ વર્ષની નિધિ ગુપ્તાની હત્‍યા કરનાર આરોપી સુફિયાન પોલીસ એન્‍કાઉન્‍ટરમાં ઘાયલ થયો છે. આરોપીના પગમાં ગોળી વાગી છે. દુબગ્‍ગા પોલીસ સ્‍ટેશને એન્‍કાઉન્‍ટર બાદ સુફિયાનની ધરપકડ કરી હતી અને તેને સારવાર માટે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. યુપી પોલીસે સુફિયાન પર ૨૫,૦૦૦ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

સુફીયાનને પકડવા માટે ૫ ટીમો બનાવવામાં આવી હતી. તેના રાજ્‍યની બહાર જવાની સંભાવના હતી. જોકે, પોલીસની કડકાઈના કારણે આરોપી લખનૌમાંથી ભાગી શકયો ન હતો.

હકીકતમાં લખનઉના દુબગ્‍ગા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતા સુફિયાને ૧૭ વર્ષની છોકરી નિધિને છત પરથી નીચે ફેંકી દીધી હતી. મળતકની માતાનું કહેવું છે કે આરોપી છેલ્લા ઘણા દિવસોથી તેની પુત્રીને હેરાન કરતો હતો અને તેનો વીડિયો હોવાનું કહીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવા દબાણ કરતો હતો.

જોઈન્‍ટ કમિશનર લો એન્‍ડ ઓર્ડર પીયૂષ મોરડિયાએ જણાવ્‍યું હતું કે, નિધિ ગુપ્તા અને આરોપી સુફિયાન નજીકમાં રહેતા હતા. સુફીયાન મળતક સાથે દોઢ વર્ષથી દોસ્‍તી કરવા માંગતો હતો. બંનેના પરિવારજનો તેના વિશે જાણતા હતા. સુફિયાને નિધિને મોબાઈલ ફોન પણ ગિફ્‌ટ કર્યો હતો. આ માહિતી મળતાં જ મળતકના પરિવારજનો સુફીયાનના ઘરે ગયા હતા.

બંને પરિવારો વચ્‍ચેનો ઝઘડો જોઈ નિધિ ટેરેસ પર દોડી ગઈ અને સુફિયાન તેની પાછળ ટેરેસ પર ગયો. થોડી વાર પછી મળતક નીચે પડવાનો અને ચીસો પાડવાનો અવાજ આવ્‍યો. આ પછી ઘાયલ વિદ્યાર્થીને હોસ્‍પિટલ લઈ જતી વખતે સુફિયાન પણ તેની સાથે હતો. જોકે, ગંભીર રીતે ઘાયલ નિધિને ડોક્‍ટરો બચાવી શકયા ન હતા.

મળતકના પરિજનોની ફરિયાદના આધારે સુફીયાન સામે ગુનો નોંધી તેની શોધખોળ તેજ કરવામાં આવી હતી. આ કેસમાં DCP પશ્‍ચિમે આરોપી સુફીયાન પર ૨૫ હજારનું ઈનામ જાહેર કર્યું હતું. આ પછી આજે એટલે કે શુક્રવારે ટૂંકા એન્‍કાઉન્‍ટરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં ગોળીથી ઘાયલ આરોપીને કેજીએમયુમાં દાખલ કરવામાં આવ્‍યો છે. પોલીસ હવે નિધિના પરિવારના સભ્‍યોના દરેક આરોપની તપાસ કરવાની વાત કરી રહી છે.

(3:45 pm IST)