Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

કિંગ કોહલી પરિવારજનો સાથે ઉતરાખંડમાં: કૈંચી ધામની મુલાકાત લીધી

નવી દિલ્‍હીઃટી-૨૦વર્લ્‍ડકપ  બાદ  વિરાટ કોહલી ઘરે પરત ફર્યો છે અને હાલમાં તેની પત્‍નિ અનુષ્‍ઠા શર્મા સાથે ઉત્તરાખંડમાં રજાઓ માણી રહ્યો છે. આ પરિવારે  નૈનીતાલના પ્રખ્‍યાત કૈંચી ધામની મુલાકાત લીધી હતી. કુમાઉના બાબા નિબ કરોરી મહારાજના આશીર્વાદ લીધા હતા. કોહલીના તેમના પરિવાર સાથે દેવભૂમિમાં ત્રણ વર્ષ બાદ બાબાનો આભાર માનવા અને ફોર્મમાં પરત ફરવા માટે તેમના આશીર્વાદ લેવા ગયા હતા.

ઉતરાખંડના પ્રવાસી વિદ્યાર્થીઓન ેવિરાટના ઉત્તરાખંડ આગમનની જાણ થતાં જ તેની  લેટેસ્‍ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ  ગઇ હતી. જોકે, એવું કહેવામાં આવી રહ્યુ છે કે વિરાટ અને અનુષ્‍કા ઉત્તરાખંડના ત્રણ દિવસના પ્રવાસ પર છે અને તેઓ કુમાઉના ન્‍યાયના દેવતા ગોલ્‍જુની પણ મુલાકાત લેશે.

(4:04 pm IST)