Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

દ્વિતીય કેદાર મદમહેશ્વર ધામના કપાટ બંધ કરાયાઃ વિશેષ પૂજા યોજાઈ

 રુદ્રપ્રયાગ,તા.૧૮ : દ્વિતીય કેદાર મદમહેશ્વર ભગવાનના કપાટ આજે સવારે આઠ વાગે શિયાળાની ઋતુના નિયમો મુજબ બંધ કરી દેવામાં આવ્‍યા છે. સવારે ૪ કલાકે મંદિર ખુલ્‍યા બાદ ભક્‍તોએ ભગવાન મદમહેશ્વરના નિર્વાણના દર્શન કર્યા હતા. આ પછી પૂજારી શિવશંકર લિંગએ ભગવાન મદમહેશ્વરની સમાધિ પૂજા શરૂ કરી અને ભગવાનને ભસ્‍મ, ભળંગરાજ ફૂલ, બાગંબરથી ઢાંકી દીધા હતા.

 આ રીતે ભગવાન મદમહેશ્વરને સમાધિનું સ્‍વરૂપ આપવામાં આવ્‍યું હતું. આ સાથે, ભગવાન મદમહેશ્વરજીના કપાટ શિયાળા માટે બંધ કરવામાં આવ્‍યા હતા. આ -સંગે મંદિરના વહીવટી અધિકારી યદુવીર પુષ્‍પવાન, ડોલી પ્રભારી મનીષ તિવારી, મળત્‍યુંજય હિરેમઠ, સૂરજ નેગી, પ્રકાશ શુક્‍લા, દિનેશ પંવાર, બ્રિજમોહન સહિત રાન્‍સી, ગોંદરના હક હકકધારી અને વન વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:40 pm IST)