Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

અપુરતી ઉંઘ, ધુમ્રપાન, નશીલા પદાર્થોનું સેવન અને કસરત ન કરવાથી સ્‍વાસ્‍થ્‍ય નબળુ પડે

શિયાળામાં હુંફાળા તડકામાં બેસવાથી વિટામીન ડી મળે જે હાડકા માટે જરૂરી

નવી દિલ્‍હીઃ ‘પહેલુ સુખ તે જાતે નર્યા' કહેવત પ્રમાણે સ્‍વાસ્‍થ્‍યને સારૂ રાખવા માટે પુરતી ઉંઘ તથા કસરત કરવી જોઇએ. ધુમ્રપાન કે નશીલા પદાર્થોની કુટેવ છોડી દેવી જોઇએ.

કહેવાય છેકે, જાન હૈ તો જહાંન હૈ....અર્થાત તમારું સ્વાથ્ય સારું હશે તો તમે સારું જીવન જીવી શકશો. પૈસા ઓછા હશે તો ચાલશે એ તમે ફરી કમાઈ શકશો. પણ સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એ તમે ફરી  નહીં મેળવી શકો. તેથી એ સમજવાની જરૂર છેકે, આપણે જાણ્યે-અજાણ્યે ઘણા એવા કામ કરીએ છીએ, જેના કારણે આપણા શરીરના હાડકા નબળા પડી જાય છે, પરંતુ ઘણા લોકોને બિલકુલ ખબર નથી હોતી કે તેઓ શું ખોટું કરી રહ્યા છે, જેના કારણે તેમના હાડકા નબળા પડી રહ્યા છે.

સૂર્યપ્રકાશનો અભાવઃ

સામાન્ય રીતે, વ્યસ્ત જીવનમાં, ઘણા લોકો માટે તડકામાં બેસવા માટે સમય કાઢવો મુશ્કેલ હોય છે, પરંતુ  સૂર્યપ્રકાશ આપણા હાડકાં માટે જરૂરી છે કારણ કે તે તમને વિટામિન ડી આપે છે.

અપૂરતી ઊંઘઃ

સ્લીપ એપનિયાના કારણે હાડકાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે તમારે પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.

નશીલા પદાર્થનું સેવનઃ

આલ્કોહોલ પીવાથી હાડકા નબળા પડે છે. એવું માનવામાં આવે છે કે વધુ પડતા આલ્કોહોલને કારણે, હાડકા માટે જરૂરી હોર્મોન્સના ઉત્પાદન પર અસર થાય છે. કાર્બોનેટેડ પીણાં પીવાથી હાડકાંની ઘનતા પણ ઓછી થાય છે.

 ધુમ્રપાન હાનિકારકઃ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિગારેટ પીવાથી હાડકા નબળા પડે છે. જો તમે પણ સિગારેટ પીતા હોવ તો તમારે આ આદત છોડી દેવી જોઈએ.

કસરતનો અભાવઃ

તમારી આળસ હાડકાંને નબળા બનાવવામાં ભારે પડી શકે છે. ઘણા લોકોની શારીરિક પ્રવૃત્તિ ખૂબ ઓછી હોય છે, જેના કારણે હાડકાં નાજુક થઈ જાય છે.

(5:28 pm IST)