Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વિદેશ મંત્રાલયના ડ્રાઇવરની ધરપકડ :ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો: ISIએ હની ટ્રેપમાં ફસાવ્યો

 ડ્રાઇવરની જવાહરલાલ નેહરૂ ભવનથી ધરપકડ: પૈસાના બદલે પાકિસ્તાનને ગુપ્ત સૂચના અને દસ્તાવેજ મોકલતો : તે પૂનમ શર્મા કે પૂજા નામથી જોડાયેલો હતો

નવી દિલ્હી :વિદેશ મંત્રાલય (MEA)માં કામ કરતા એક ડ્રાઇવરની ધરપકડ કરાઈ છે, તેના પર આરોપ છે કે ડ્રાઇવર ગુપ્ત અને સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન મોકલતો હતો. પોલીસે આરોપીની ધરપકડ માટે સુરક્ષા એજન્સીઓની પણ મદદ લીધી હતી. કહેવામાં આવે છે કે આરોપી ડ્રાઇવરને પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIએ હની ટ્રેપમાં ફસાવ્યો છે.

જાણકારી અનુસાર, આ ડ્રાઇવરની ધરપકડ બાદ હવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. બન્ને હવે આ તપાસ કરી રહી છે કે શું વિદેશ મંત્રાલયમાં કામ કરનારા અન્ય લોકો પણ તેમાં સામેલ છે. મહત્વપૂર્ણ છે કે ઉચ્ચ પદો પર તૈનાત અધિકારીઓને અવાર નવાર પાકિસ્તાન હની ટ્રેપમાં ફસાવે છે પરંતુ આ વખતે તેમણે કોઇ ડ્રાઇવરનો ઉપયોગ કર્યો છે.

દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચે વિદેશ મંત્રાલયના એક ડ્રાઇવરની ધરપકડ કરી છે, તેની પર જાસુસીનો આરોપ છે. પોલીસનું કહેવુ છે કે ડ્રાઇવરની જવાહરલાલ નેહરૂ ભવનથી ધરપકડ કરવામાં આવી છે. તે પૈસાના બદલે પાકિસ્તાનને ગુપ્ત સૂચના અને દસ્તાવેજ મોકલતો હતો. તે પૂનમ શર્મા કે પૂજા નામથી જોડાયેલો હતો. આ ઘટના હનીટ્રેપની લાગી રહી છે.

તે પૂનમ શર્મા નામની જે મહિલાના સંપર્કમાં હતો, તે જણાવતી હતી કે તે કોલકાતામાં રહે છે. સૂત્રોનું કહેવુ છે કે તે મહિલા પાકિસ્તાનની ISI એજન્ટ છે. જોકે, હજુ સુધી વિદેશ મંત્રાલય તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી.

(8:24 pm IST)