Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

તપાસની આડમાં ઘરોને ધ્વસ્ત કરવા બૂલડોઝર કાર્યવાહીની કોઈ જોગવાઈ નથી : આસામ હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

ગૌહાટી હાઈકોર્ટે કહ્યું કે, તપાસની આડમાં ઘરોને ધ્વસ્ત કરવા માટે ઉત્ખન્ન અને બૂલડોઝરનો ઉપયોગ કરવો કોઈપણ આપરાધિક કાયદામાં નથી

આસામના નૌગાંવ જિલ્લાના બટાદ્રવા પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાના પાંચ આરોપીઓન ઘરોને તોડી પાડવા સંબંધિત એક કેસની સુનાવણી કરતાં ગૌહાટી હાઈકોર્ટે કહ્યું કે, તપાસની આડમાં ઘરોને ધ્વસ્ત કરવા માટે ઉત્ખન્ન અને બૂલડોઝરનો ઉપયોગ કરવો કોઈપણ આપરાધિક કાયદામાં નથી.

આ પાંચ આરોપી મુસ્લિમ સમુદાયમાંથી આવે છે.આસામમાં હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં બીજી વખત બીજેપીની સરકાર બન્યા પછી અનેક આરોપીઓના મકાન પર બૂલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશ આરએમ છાયાએ કહ્યું કે, કોઈ એજન્સી દ્વારા ખુબ જ ગંભીર કેસની તપાસ દરમિયાન કોઈપણ આપરાધિક કાયદા હેઠળ મકાન પર બૂલડોઝર ચલાવવાની જોગવાઇ નથી.

(10:32 pm IST)