Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગુડ ન્યુઝ : આ સપ્તાહથી ત્રીજી લહેરના અંતની શરૂઆત

SBI રિસર્ચનો દાવો : રસીકરણમાં ઝડપ આવી હોવાથી સંક્રમણની ત્રીજી લહેર લાંબુ નહિ ખેંચે

નવી દિલ્હી તા. ૧૯ : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકની શોધમાં ખબર પડી છે કે કોરોનાની ત્રીજી લહેરનો અંતની શરૂઆત આ જ અઠવાડિયે થઈ જશે. રિપોર્ટમાં જણાવ્યાનુસાર મુંબઈમાં ૭ જાન્યુઆરીએ કોરોનાથી જોડાયેલા મામલા પીક પર હતા. આના ૨થી ૩ અઠવાડિયાની અંદર દેશમાં આ પીક પર આવી જશે.

એસબીઆઈ રિસર્ચ મુજબ દેશમાં રસીકરણની તેજ ગતિના કારણે કોરોના સંક્રમણની ત્રીજી લહેર વધારે લાંબી નથી ખેંચાઈ. તેમણે એમ પણ જણાવ્યુ કે ઓમિક્રોનના પગ પેસારાથી ગત અઠવાડિયામાં ભારતમાં કોરોબારી ગતિવિધિઓમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. મંગળવારે જારી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભારતમાં ૨૯ ડિસેમ્બર ૨૦૨૧થી કોરોના સંક્રમણના મામલા વધવા લાગ્યા છે.

મુંબઈમાં ૭ જાન્યુઆરી બાદથી નવા મામલા ઘટી રહ્યા છે. જયાં ૨૦,૯૭૧ સુધી રોજ નવા મામલાની સંખ્યા પહોંચી હતી. જો કે પૂણે, બેંગ્લુરૂ જેવા શહેકોમાં વધારે જોવા મળી રહ્યો છે. તેવામાં જો બાકીના જિલ્લામાં કોરોનાથી પહોંચી વળવા માટે કડક પગલા ભરવામાં આવે છે તો મુંબઈના પીકના ૨-૩ અઠવાડિય બાદ દેશમાં આની હાઈ પીક જોવા મળી શકે છે.

સોમવાર સુધી પ્રતિદિન સામે આવેલા નવા મામલાની સંખ્યા ૨૩૮૯૩૮ રહી. આનાથી સક્રિય મામલા ૧૬૫૬૩૪૧ સુધી પહોંચી ગયા છે. પરંતુ ધ્યાન ભારતે પોતાની પાત્ર વસ્તીના ૬૪ ટકાને સંપૂર્ણ રીતે વેકિસનેટ કરી દીધી છે. ત્યારે ૮૯ ટકાને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ જરુર મળ્યો છે.

આંકડા મુજબ હાજર સમયમાં રસીકરણનો ૭

દિવસનો સરેરાશ લગભગ ૭૦ લાખ છે. એસબીઆઈના કારોબારી ઈન્ડેકસમાં આ વર્ષે ૧૦ જાન્યુઆરીએ ૧૦૯ હતો. જે ૧૭ જાન્યુઆરીએ ઘટીને ૧૦૧ રહ્યો છે. ગત વર્ષ ૧૫ નવેમ્બર બાદ ન્યૂનતમ સ્તર છે. આ લહેરના પ્રસાર પાછળ એક અઠવાડિયામાં શાકભાજીની આવક અને રાજસ્વ સંગ્રહની ઈન્ડેકસ પણ ભારે છે.

ગોવામાં રસીકરણ વધ્યું છે. રિપોર્ટ મુજબ દેશમાં ૧૫-૧૮ વર્ષના ૩.૪૫ કરોડ કિશોરોને કોરોનાની રસી તો ૪૪ લાખને પ્રિકોશનલ ડોઝ અપાઈ ચૂકયો છે. એસબીઆઈ રિસર્ચ અનુસાર આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરલ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડે પહેલા જ પોતાની પાત્ર વસ્તીને ૭૦ ટકાથી વધારે કોરોનાનો બીજો ડોઝ લગાવી દીધો છે. આ મામલામાં પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ હજું પણ પાછળ રહ્યા છે. આ રાજયોમાં રસીકરણની ગતિ તેજ કરવાની જરૂર છે.

(9:56 am IST)