Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કોરોના કેસમાં ૧૮.૯ ટકાનો ઉછાળોઃ ૨૪ કલાકમાં ૨.૮૨ લાખથી વધુ સંક્રમિત

છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૨૯૭૦ કેસઃ ૪૪૧ લોકોના મોતઃ એકટીવ કેસ ૧૮.૩૧ લાખઃ કુલ મૃત્‍યુઆંક ૪૮૭૨૦૨

નવી દિલ્‍હી, તા. ૧૯ :. દેશમાં કોરોનાની ખતરનાક રફતાર જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨.૮૨ લાખથી વધુ નવા કેસ સામે આવ્‍યા છે. આ દરમિયાન ૪૪૧ લોકોના મોત થયા છે. ગઈકાલ કરતા ૧૮.૯ ટકા કેસ વધ્‍યા હોવાનું બહાર આવ્‍યુ છે. નવા કેસ આવ્‍યા બાદ દેશમા કોરોનાના એકટીવ દર્દીઓની સંખ્‍યા વધીને ૧૮ લાખ ૩૧ હજાર થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં સક્રીય કેસમાં ૯૪૩૭૨નો વધારો થયો છે.
દેશમાં અત્‍યાર સુધીમાં કોરોનાના કુલ ૩.૭૯ કરોડ કેસ આવી ચૂકયા છે. આમાથી ૩.૫૫ કરોડથી વધુ દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૧ના મોત થયા છે. આ સાથે કુલ મૃત્‍યુઆંક ૪૮૭૨૦૨નો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૮૮૧૫૭ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૨૯૭૦ નવા કેસ આવ્‍યા છે. જે ગઈકાલ કરતા ૪૪૯૫૨ વધુ છે. અત્‍યાર સુધીમાં કુલ ૧૫૮૮૮૪૭૫૫૪ને રસી અપાઈ છે. ઓમિક્રોનના કુલ કેસ ૮૯૬૧ નોંધાયા છે. ગઈકાલે ૧૮૬૯૬૪૨ લોકોનું ટેસ્‍ટીંગ કરવામાં આવ્‍યુ હતુ.
દેશમાં કુલ રાજ્‍યોમાં ભલે કોરોના સંક્રમણની રફતાર ધીમી પડી હોય પરંતુ બેંગ્‍લોરમાં એક સપ્તાહ અંદર અઢીસો ટકા કેસો વધી ગયા છે. ૨૫ જાન્‍યુઆરીએ ત્રીજી પીક આપવાની શકયતા છે. બેંગ્‍લોરમાં ૨૪ કલાકમાં ૩૫૦૦૦થી વધુ કેસ આવ્‍યા છે. આ પહેલા ૧૧ જાન્‍યુઆરીએ ૧૦ હજાર કેસ હતા. જો કે દિલ્‍હીમાં કેસના દરમાં ૫.૫૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.


 

(10:15 am IST)