Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

અદાણી ગ્રીનની ઉંચી ઉડાનઃ ૩૦નો શેર ૧૯૦૬ સુધી પહોંચ્‍યોઃ ૬૪૦૦ ટકા તગડુ રીટર્નઃ કંપની આઈટીસી અને ટાઈટનથી આગળ નિકળી

કોરોનાકાળમાં અદાણી ગ્રીનનો શેર રોકેટગતિએ ઉછળ્‍યો

નવી દિલ્‍હી, તા. ૧૯ :. ઘર આંગણે શેરબજારમાં ભલે કડાકો બોલી ગયો હોય પરંતુ અદાણી સમુહની કંપની અદાણી ગ્રીનમાં તેજીનો દોર ચાલી રહ્યો છે. આ શેર ગઈકાલે ૪.૩૧ ટકા વધીને ૧૯૦૬.૮૦ ઉપર બંધ રહ્યો હતો. એક સમયે તે ૧૯૧૯ ઉપર પહોંચી ગયો હતો. આ સાથે અદાણી ગ્રીનની માર્કેટકેપ ૩ લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. આ સાથે જ અદાણી ગ્રીન હવે આઈટીસી અને ટાઈટનથી પણ મોટી કંપની બની ગઈ છે.
અદાણી ગ્રીનના શેરની સફર ઘણી રસપ્રદ રહી છે. ૪ વર્ષ પહેલા આ સફરની શરૂઆત ૩૦ રૂા.થી થઈ હતી. ૨૨ જૂન ૨૦૧૮ના રોજ અદાણી ગ્રીનનો ભાવ ૨૯.૪૫ રૂા. હતો જે ૧૦૦ સુધી પહોંચવા દોઢ વર્ષ લાગ્‍યુ, પરંતુ કોરોનાકાળમાં તે રોકેટગતિએ ઉછળ્‍યો અને જોતજોતામાં ૫૦૦ રૂા., ૧૦૦૦ રૂા., ૧૫૦૦ રૂા. સુધી પહોંચી ગયો. આ રીતે અદાણી ગ્રીનનો શેર અત્‍યાર સુધીમાં ૬૪૦૯ ટકા જેટલો વધી ચૂકયો છે.
હાલ આ કંપનીનો આકાર બજાજ ફીન, એવન્‍યુ સુપર માર્કેટ, લાર્સન ટુબ્રો, આઈપીસી, મારૂતિ અને ટાઈટનથી પણ આગળ નીકળી ગયો છે. હાલમાં જ એક બ્રોકરેજ ફર્મ તરફથી સારૂ રેટીંગ મળ્‍યુ છે.
અદાણી સમૂહની આ કંપની અત્‍યારે દેશની સૌથી મોટી રીન્‍યુએબલ એનર્જી કંપની છે. કંપની પાસે ૧૩૯૯૦ મેગાવોટની ક્ષમતા છે.


 

(10:19 am IST)