Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

એરબેગ કંટ્રોલરમાં કોઇ ફૉલ્ટને લીધે મારુતિ સુઝુકીએ પોતાની 17,362 કારને પરત મંગાવી

આવી કારની મેન્યુફેક્ચરિંગ 8 ડિસેમ્બર 2022થી 12 જાન્યુઆરી 2023 વચ્ચે થઇ

મુંબઈ :દેશની સૌથી મોટી કાર બનાવનારી કંપની મારૂતિ સુઝુકીએ પોતાની 17,362 કારને પરત મંગાવી છે. આ યાદીમાં અલ્ટોની કે 10 (Alto K10), એસ પ્રેસો (S-Presso), ઇકો (Ecco), બ્રેજા (Brezza), બલેનો (Baleno), ગ્રેન્ડ વિટારા (Grand Vitara) જેવા મોટા મોડલ સામેલ છે. એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીએ આ જાણકારી આપી છે.

 કંપનીએ જણાવ્યુ કે એરબેગ કંટ્રોલરમાં કોઇ ફૉલ્ટ છે જેને વાહનને પરત લાવીને કંપની યોગ્ય કરશે. આવી કારની મેન્યુફેક્ચરિંગ 8 ડિસેમ્બર 2022થી 12 જાન્યુઆરી 2023 વચ્ચે થઇ છે.

કંપનીએ આ સાથે જ કહ્યુ કે ગાડીમાં આ કમીને કંપની ખુદ સ્વસ્થ કરશે અને તેના માટે વાહન માલિકે કોઇ રીતની કિંમત ચુકવવી નહી પડે. કંપનીએ કહ્યુ, આ વાહનમાં મફતમાં એરબેગ કંટ્રોલરની તપાસ કરવા અને જરૂર પડવા પર બદલવા માટે પરત લેવામાં આવી રહી છે.

મારૂતિ સુઝુકીએ કહ્યુ કે એવી શંકા છે કે પ્રભાવિત ભાગમાં એક ખરાબીની આશંકા છે, જેને કારણે બની શકે કે વાહન દૂર્ઘટનાની સ્થિતિમાં કેટલીક ઘટનામાં એરબેગ અને સીટ બેલ્ટ પ્રેટેંસર યોગ્ય રીતે કામ ના કરે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યુ કે શંકાસ્પદ વાહનોના ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે જ્યાર સુધી પ્રભાવિત ભાગને બદલવામાં નથી આવતો, ત્યાર સુધી વધુ સાવચેતી રાખીને વાહન ચલાવો.

(10:16 pm IST)