Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૫૯

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સર્જનાત્‍મકતા

‘‘સર્જનાત્‍મકતા એક ખોરાક છે અને જે લોકો સર્જનાત્‍મક નથી તેઓ ભાગ્‍યે જ સફળ થાય છે.''

આપણે સર્જન કરીએ ત્‍યારે ભગવાનની નજીક પહોંચી જઇએ છીએ જો ભગવાન સર્જક હોય તો સર્જક બનીને આપણે ભગવાન સાથે એક થઇ શકીએ છીએ આપણે બ્રહ્માડનું સર્જન ના કરી શકીએ પણ આપણે એક નાનકડા ચીત્રનું સર્જન કરી શકીએ આપણે નાની વસ્‍તુઓ સર્જી શકીએ તમે નાની વસ્‍તુ કે મોટી વસ્‍તુનુ સર્જન કરો છો એનાથી કોઇ ફરક નથી પડતો સર્જનને કોઇ ભેદભાવ નથી.

સર્જનાત્‍મકતાને જથ્‍થા સાથે કઇ લેવાદેવા નથી તેને ગુણવતા સાથે લેવાદેવા છે બીજા લોકો તમારા સર્જન વીશે શુ કહે છે તેની સાથે પણ કઇ લેવાદેવા નથી તમે તમારા કામને માણો તે પુરતું છે તમને પહેલેથી જ તેનું વળતર મળી ગયું છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:38 am IST)