Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

અનંત અંબાણી-રાધિકા મર્ચન્‍ટની આજે સગાઈ

મુકેશ અંબાણીના ઘર એન્‍ટિલિયામાં સમારોહ યોજાશે

મુંબઈ, તા.૧૯: રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટની આજે સાંજે સગાઈ થશે. જણાવવામાં આવ્‍યું છે કે આ કાર્યક્રમ મુકેશ અંબાણીના મુંબઈ - એન્‍ટિલિયા ખાતેના ઘરે આયોજિત કરવામાં આવશે.

આ પહેલા ૨૯ ડિસેમ્‍બરે અનંત અંબાણીને રાધિકાથી રોકવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ કપલની રોકા સેરેમનીની પ્રથમ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રોકનો આ કાર્યક્રમ રાજસ્‍થાનના રાજસમંદ જિલ્લામાં નાથદ્વારા સ્‍થિત શ્રીનાથજી મંદિરમાં યોજાયો હતો. જો કે, અનંત અને રાધિકા કયારે લગ્ન કરશે, તેની માહિતી હજુ સ્‍પષ્ટ નથી.

અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારની દરેક ઈવેન્‍ટમાં જોવા મળે છે. રાધિકા મર્ચન્‍ટ એન્‍કોર હેલ્‍થકેરના સીઈઓ વિરેન મર્ચન્‍ટ અને શૈલા મર્ચન્‍ટની દીકરી છે. રાધિકાના પિતા વિરેનની પણ ગણના દેશના અમીર વ્‍યક્‍તિઓમાં થાય છે. રાધિકાએ તેનું સ્‍કૂલિંગ મુંબઈમાં કર્યું છે. આ પછી તે અભ્‍યાસ માટે ન્‍યૂયોર્ક ગઈ હતી. ત્‍યાં તેમણે રાજકારણ અને અર્થશાષાનો અભ્‍યાસ કર્યો. ૨૦૧૭ માં તાાતક પૂર્ણ કર્યા પછી, તેઓ સેલ્‍સ એક્‍ઝિકયુટિવ તરીકે ઇસ્‍પ્રાવામાં જોડાયા. તેને વાંચન, ટ્રેકિંગ અને સ્‍વિમિંગનો શોખ છે.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટ બાળપણથી એકબીજાને ઓળખે છે. વર્ષ ૨૦૧૮માં બંનેની સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરમાં તે લીલા રંગના કપડામાં જોવા મળ્‍યો હતો. રાધિક એક -શિક્ષિત ક્‍લાસિકલ ડાન્‍સર પણ છે.

(11:36 am IST)