Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

આશિષ મિશ્રાની જામીન અરજીનો ચુકાદો અનામત : અનિશ્ચિત મુદત માટે કારાવાસ હોઈ શકે નહીં: સુપ્રીમ કોર્ટ : તે બધાને સમાન રીતે લાગુ પડવું જોઈએ : ફરિયાદીના વકીલ દુષ્યંત દવે

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજ ગુરુવારે 2021ના લખીમપુર ખેરી કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન માટેની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં ખેડૂત કાયદાનો વિરોધ કરી રહેલા 8 લોકોને જે વાહન દ્વારા કચડી મારવામાં આવ્યા હતા તે ફોર વહીલર આશિષ મિશ્રાનું હતું. [આશિષ મિશ્રા @ મોનુ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય].

જસ્ટિસ સૂર્યકાંત અને જે.કે. મહેશ્વરીની બેન્ચે જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી પૂર્ણ થવામાં 5 વર્ષનો સમય લાગી શકે છે અને આરોપીને અનિશ્ચિત સમયની જેલ થઈ શકે નહીં.
 

સામે પક્ષે ફરિયાદીના વકીલ  વરિષ્ઠ કાઉન્સેલ દુષ્યંત દવેએ ફરિયાદીઓમાંથી એક માટે હાજર થઈને જવાબ આપ્યો કે તે પછી 2020ના દિલ્હી રમખાણોના સંબંધમાં જેલમાં રહેલા તમામ આરોપીઓ સહિત તમામ આરોપીઓને સમાનરૂપે લાગુ થવું જોઈએ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:03 pm IST)