Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સેન્સેક્સ ૧૮૭.૩૧ પોઇન્ટના ઘટાડા સાથે ૬૦૫૮૫ પર બંધ

શેરબજારમાં બે દિવસની તેજી પર લાગી બ્રેકઃનિફ્ટી ૫૭.૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૮૧૦૭.૮૫ પોઇન્ટ પર બંધ ઃ માર્કેટ કેપ ઘટીને ૨૮૧.૬૬ લાખ કરોડ થઈ છે

મુંબઈ, તા.૧૯ ઃભારતીય શેરબજારમાં બે દિવસની તેજી પર આજે બ્રેક લાગી. મોટાભાગના સેક્ટર રેડ ઝોનમાં બંધ થયા છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને એશિયન પેઇન્ટ્સ ટોપ લૂઝર્સ રહ્યા. અમેરિકામાં નબળા આર્થિક ડેટાને કારણે મંદીનો ડર વધુ ઘેરો બન્યો છે. જેના કારણે અમેરિકાના બજારમાં મંદીની ચાલ જોવા મળી હતી. આ જ ક્રમમાં આજે ભારતીય બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. ગુરુવારના કારોબારી દિવસના અંતે સેન્સેક્સ ૧૮૭.૩૧ પોઇન્ટના ઘટાડા સાથે ૬૦૫૮૫.૪૩ પર, નિફ્ટી ૫૭.૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૮૧૦૭.૮૫ પોઇન્ટ પર બંધ રહ્યા. આજે માર્કેટ કેપ ઘટીને ૨૮૧.૬૬ લાખ કરોડ થઈ છે.

ગુરુવારના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ૨૮૧.૬૬ લાખ કરોડ થઈ. બુધવારના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ ૨૮૨.૬૮ લાખ કરોડ થઈ હતી.  મંગળવારના ઉછાળા બાદ માર્કેટ કેપ વધીને ૨૮૧.૯૩ લાખ કરોડ રૃપિયા થઈ હતી. જે સોમવારે ૨૮૦.૭૧ લાખ કરોડ  રૃપિયા હતી.  બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના ૬૧૦૪૫.૭૪ની સામે ૧૨૫.૭૨ પોઈન્ટ ઘટીને ૬૦૯૨૦.૦૨ પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના ૧૮૧૬૫.૩૫ની સામે ૪૫.૫૫ પોઈન્ટ ઘટીને ૧૮૧૧૯.૮ પર ખુલ્યો હતો.

બજારમાં આજે આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેંક ઈન્ડેક્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. જ્યારે બેક્નિંગ, ઓટો, ફાર્મા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, મેટલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઘટાડાને કારણે બંનેના ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૧૯ શેરો ઉછાળા સાથે જ્યારે ૩૧ નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૧ શેર ઉછાળા સાથે જ્યારે ૧૯ નુકસાન સાથે બંધ થયા હતા.

વધેલા શેર્સ પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ ૦.૭૩ ટકા, પાવર ગ્રીડ ૦.૬૬ ટકા, ટેક મહિન્દ્રા ૦.૪૮ ટકા, ઁડ્ઢહ્લઝ્ર બેક્ન ૦.૪૩ ટકા, એક્સિસ બેક્ન ૦.૩૩ ટકાના વધારા સાથે બંધ થયા હતા. તો એશિયન પેઇન્ટ્સ ૨.૫૩ ટકા, ટાટા મોટર્સ ૧.૯૧ ટકા, કોટક મહિન્દ્રા ૧.૮૧ ટકા, ઇન્ડસઇન્ડ બેક્ન ૧.૬૬ ટકા, ટાઇટન કંપની ૧.૬૩ ટકા ઘટીને બંધ રહ્યા હતા.

(7:09 pm IST)