Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ભારત, યુકે 28 ફેબ્રુઆરીએ યંગ પ્રોફેશનલ્સ સ્કીમ શરૂ કરશે: 18 થી 30 વર્ષની વય જૂથના ડિગ્રીધારક ભારતીય નાગરિકોને બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપશે

ન્યુદિલ્હી :ભારત અને યુકે આવતા મહિને યંગ પ્રોફેશનલ્સ સ્કીમ શરૂ કરશે જે 18-30 વર્ષની વય જૂથના ડિગ્રીધારક ભારતીય નાગરિકોને બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપશે.

અહીં આયોજિત 15મી ભારત-યુકે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ (FOC) પછી જારી કરાયેલા વિદેશ મંત્રાલય (MEA)ના નિવેદન અનુસાર આ યોજના 28 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવશે.
 

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું જ્યારે બ્રિટિશ પક્ષનું નેતૃત્વ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના કાયમી અન્ડર-સેક્રેટરી ફિલિપ બાર્ટન દ્વારા કરવામાં આવ્યું હતું.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(7:40 pm IST)