Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

રામ સેતુને રાષ્ટ્રીય ધરોહરનો દરજ્જો આપવા પર વિચાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે: સુપ્રીમ કોર્ટમાં સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ

ન્યુદિલ્હી :ગુરુવારે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા સુપ્રીમ કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે સંસ્કૃતિ મંત્રાલય 'રામ સેતુ'ને રાષ્ટ્રીય ધરોહરનો દરજ્જો આપવા અંગે વિચારણા કરી રહ્યું છે.

 ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ રાજ્યસભાના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરી રહી હતી. સ્વામી, જેઓ આ મામલામાં એક પક્ષકાર તરીકે દેખાઈ રહ્યા છે, તેમણે અગાઉના પ્રસંગોએ કેન્દ્ર દ્વારા હજુ સુધી આ મામલે પોતાનું સોગંદનામું દાખલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. એસજી તુષાર મહેતાએ સૂચન કર્યું કે અરજદારો મંત્રાલય સમક્ષ રજૂઆત કરે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)