Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

આઈટી નિયમોમાં સુધારાનો ડ્રાફ્ટ પાછો ખેંચો :ફેક ન્યૂઝ એકમાત્ર સરકાર નક્કી કરી શકે નહીં : એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા

ગિલ્ડે કહ્યું -ડિજિટલ મીડિયા માટેના નિયમનકારી માળખા પર પ્રેસ સંસ્થાઓ, મીડિયા સંસ્થાઓ અને અન્ય હિતધારકો સાથે અર્થપૂર્ણ પરામર્શ શરૂ કરે જેથી કરીને પ્રેસની સ્વતંત્રતાને કોઈ નુકસાન ન થાય.

નવી દિલ્હી :એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ બુધવારે સરકારને વિનંતી કરી કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા ફેક ન્યૂઝને દૂર કરવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને નિર્દેશ આપતા આઈટી નિયમોમાં સુધારાનો ડ્રાફ્ટ પાછો ખેંચી લેવામાં આવે

એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગિલ્ડ મંત્રાલયને વિનંતી કરે છે કે તે આ નવો સુધારો પાછો ખેંચે અને ડિજિટલ મીડિયા માટેના નિયમનકારી માળખા પર પ્રેસ સંસ્થાઓ, મીડિયા સંસ્થાઓ અને અન્ય હિતધારકો સાથે અર્થપૂર્ણ પરામર્શ શરૂ કરે જેથી કરીને પ્રેસની સ્વતંત્રતાને કોઈ નુકસાન ન થાય.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમોમાં સુધારાના ડ્રાફ્ટ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં ગિલ્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ફેક ન્યૂઝ નક્કી કરવી એ સરકારની એકમાત્ર જવાબદારી હોઈ શકે નહીં… ગિલ્ડને લાગે છે કે આ પ્રેસની સેન્સરશિપ સમાન છે.”

નોંધનીય છે કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મંગળવારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના ડ્રાફ્ટમાં સુધારા જારી કર્યા હતા, જે અગાઉ જાહેર (સાર્વજનિક) પરામર્શ (સૂચનો) માટે જારી કરવામાં આવ્યા હતા.

તે જણાવે છે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના ફેક્ટ-ચેકિંગ યુનિટ દ્વારા ‘ખોટા’ (ફેક) માનવામાં આવતા કોઈપણ સમાચારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવા પડશે.

‘ફેક્ટ-ચેકિંગ માટે સરકાર દ્વારા અધિકૃત કોઈપણ અન્ય એજન્સીના સંબંધમાં’ અથવા ‘કેન્દ્રનું કોઈપણ કાર્ય’ ભ્રામક તરીકે ધ્વજાંકિત કરવામાં આવેલી સામગ્રીને ઓનલાઈન ફોરમ (મધ્યસ્થી) પર મંજૂરી આપવામાં આવશે નહીં.

 

આનો વિરોધ કરતાં ગિલ્ડે તેના નિવેદનમાં કહ્યું છે કે હકીકતમાં ખોટી હોવાનું માલૂમ પડતાં તેની સાથે વ્યવહાર કરવા માટે પહેલાથી જ ઘણા કાયદા છે.

ગિલ્ડે જણાવ્યું હતું કે, નવી પ્રક્રિયાનો ઉપયોગ મૂળભૂત રીતે મુક્ત પ્રેસને દબાવવા માટે અને પીઆઈબી અથવા “કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત કોઈપણ અન્ય એજન્સી” ને સામગ્રીને દૂર કરવા માટે તે ઓનલાઈન મધ્યસ્થીઓને દબાણ કરવા માટે થઈ શકે છે. .

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગિલ્ડે કહ્યું કે, તેના પર પણ ધ્યાન આપવું જોઈએ કે ગિલ્ડે માર્ચ 2021માં પ્રથમ વખત રજૂ કરેલા આઈટી નિયમોને લઈને પણ ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારને કોઈ જ ન્યાયિક નિરીક્ષણ કર્યા વગર દેશમાં કોઈપણ પ્રકાશિત સમાચારોને બ્લોક કરવા, હટાવવા અથવા સુધારો કરવાનો અધિકાર આપે છે.

ગિલ્ડે કહ્યું, આ નિયમોના વિભિન્ન જોગવાઇઓના પરિણામ સ્વરૂપ મોટા પ્રમાણમાં ડિજિટલ સમાચાર મીડિયા અને મીડિયા પર અયોગ્ય પ્રતિબંધ લગાવવાની ક્ષમતા છે.

ઉલ્લેખનિય છે કે 2019માં સ્થાપિત પીઆઈબીની ફેક્ટ-ચેકિંગ એકમ, જે સરકાર અને તેની યોજનાઓથી સંબંધિત સમાચારોને સત્યાપિત કરે છે, પરંતુ વાસ્તવિક તથ્યો પર ધ્યાન આપ્યા વગર જ સરકારી મુખપત્રના રૂપમાં કાર્ય કરવાનો આરોપ લાગતો રહ્યો છે.

મે 2020માં ન્યૂઝલોન્ડ્રીએ એવા અનેક ઉદાહરણો આપ્યા હતા, જેમાં પીઆઈબીની ફેક્ટ-ચેકિંગ એકમ વાસ્તવમાં તથ્યોના પક્ષમાં નથી, પરંતુ સરકારી લાઈન પર ચાલી રહી હતી.

ફેક્ટ-ચેકિંગ વેબસાઈટ ઓલ્ટ ન્યૂઝના સંસ્થાપક પ્રતીક સિન્હાએ પણ કહેવું છે કે સમસ્યા તે પણ છે કે પીઆઈબી કયા સમાચારોના ફેક્ટ ચેક કરવાનો નિર્ણય કરે છે અને કોને નજર અંદાજ કરે છે.

(10:54 pm IST)