Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સરકારી ઈમેઈલથી અધિકારી ઉપર ફિશિંગ એટેકથી ટાર્ગેટ

કેટલાક વિભાગોના અનેક અધિ.ઓને ટોર્ગેટ કરાયા : મહિનાની શરૂઆતમાં હુમલાખોરોએ આ સાયબર હુમલાને અંજામ આપ્યો હતો, એનઆઈસી દ્વારા એલર્ટ જાહેર કરાયું

નવી દિલ્હી, તા. ૧૮ : સરકારી ડોમેઈનવાળા ઈમેઈલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને સંરક્ષણ અને બાહ્ય મામલાઓના મંત્રાલયોના અનેક વરિષ્ઠ સરકારી અધિકારીઓને ફિશિંગ એટેક દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હુમલાખોરોએ મહિનાની શરૂઆતમાં પ્રકારના સાઈબર હુમલાને અંજામ આપ્યો હતો અને અનેક અધિકારીઓને ઈમેઈલ મોકલ્યા હતા.

સતત થઈ રહેલા સાઈબર હુમલાઓને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતોએ વધુ સારા અને ઓથેન્ટિક પ્રોટોકોલની આવશ્યકતા દર્શાવી હતી. રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (એનઆઈસી) હુમલા બાદ તરત એક એલર્ટ જાહેર કર્યું હતું. જો કે ટાર્ગેટ કરવામાં આવેલા કોઈ પણ કોમ્પ્યુટર્સથી સંવેદનશીલ માહિતીની ચોરી થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.

જાણવા મળ્યા મુજબ સંરક્ષણ સહિતના વિવિધ મંત્રાલયોના અધિકારીઓને ૧૦ ફેબ્રુઆરીના રોજ મેઈલ કરવામાં આવ્યો હતો જેમાં મેઈલ મળે તેમને અટેચ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવા કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ દ્ગૈંઝ્રએ સંભવિત સુરક્ષા ઉલ્લંઘનો સાથે સંકળાયેલી વિવિધ શાખાઓને સચેત કરીને ટાર્ગેટ કરવામાં આવેલા મંત્રાલયોના તમામ અધિકારીઓને પણ સૂચિત કર્યા હતા.

ફિશિંગ એટેક એક પ્રકારનો સાઈબર ક્રાઈમ છે જેમાં ઈમેઈલ અને ઈન્ટરનેટ પર ખોલવામાં આવેલી વેબસાઈટ્સનો ઉપયોગ કરીને પર્સનલ ડેટાની ચોરી કરવામાં આવે છે. ડેટાની મદદથી વ્યક્તિની પર્સનલ ઈન્ફોર્મેશન પણ એકઠી કરવામાં આવે છે. ફિશર્સ વ્યક્તિની પર્સનલઈન્ફોર્મેશન ચોરી કરીને તેમના બેંક એકાઉન્ટ ખાલી કરી દેતા હોય છે.

(12:00 am IST)