Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

દિલ્હી - મુંબઇમાં ભાવો સર્વોચ્ચ સપાટીએ

૧૧મા દિવસે પેટ્રોલ - ડિઝલમાં ભાવ વધારો

નવી દિલ્હી તા. ૧૯ : સરકારી તેલ કંપનીઓ સતત ૧૧ મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરી ચૂકી છે. આજે ડીઝલની કિંમતમાં ૩૩-૩૫ પૈસાનો વધારો કરાયો છે અને સાથે જ પેટ્રોલની કિંમતમાં ૩૦-૩૧ પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પહેલીવાર પેટ્રોલ ૯૦ રૂપિયાને પાર થયું છે.

આ બંને શહેરોમાં પેટ્રોલની કિંમત સર્વોચ્ચ સ્તરે છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૦.૧૯ રૂપિયા થયો છે તો ડીઝલની કિંમત ૮૦.૬૦ રૂપિયા પ્રતિ લિટર થઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૯૬.૬૨ રૂપિયા પ્રતિ લિટર તો ડીઝલની કિંમત ૮૭.૬૭ રૂપિયા પ્રિત લિટર થઈ છે.

દિલ્હીમાં ડીઝલની કિંમત ૮૦.૮૦ પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત ૯૦.૧૯ રૂપિયા પ્રતિ લિટર થઈ છે. કોલકત્તામાં ડીઝલની કિંમત ૮૪.૧૯ પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત ૯૧.૪૧ રૂપિયા પ્રતિ લિટર થઈ છે. મુંબઈમાં ડીઝલની કિંમત ૮૭.૬૭ પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત ૯૬.૬૨ રૂપિયા પ્રતિ લિટર થઈ છે. ચેન્નઈમાં ડીઝલની કિંમત ૮૫.૬૩ પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત ૯૨.૨૫ રૂપિયા પ્રતિ લિટર થઈ છે.

(10:16 am IST)