Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કેન્દ્ર સરકારે શરૂ કરી તૈયારીઓ

5G સર્વિસ ટ્રાયલ્સનો બે સપ્તાહમાં થશે પ્રારંભ

નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં 5G સેવાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. દેશમાં ખૂબ જ ટૂંક સમયમાં 5G સેવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાલો તમને જણાવીએ કે નવું અપડેટ શું છે

5G સેવા ખરેખર એક મોબાઇલ ટેકનોલોજી છે જે હેન્ડસેટમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધુ ફાસ્ટ કરી દેશે. પ્રાપ્ત માહિતી અનુસાર તમે ફકત થોડી સેકન્ડમાં મૂવી ડાઉનલોડ કરી શકો છો. ટેક સાઇટ મુજબ કેન્દ્ર સરકાર આવતા બે અઠવાડિયામાં જ 5G ટ્રાયલને મંજૂરી આપી શકે છે. સરકાર તેને સંબંધિત ફાઇલ અંગે ચર્ચા કરી રહી છે.

રિપોર્ટ અનુસાર 5G સર્વિસ ટ્રાયલ માટે એરટેલ, વીઆઈ, જિયો અને બીએસએનએલએ અરજી કરી છે. આશા છે કે પ્રથમ તબક્કામાં આ ચાર કંપનીઓને ટ્રાયલ મંજૂરી મળી શકે છે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં 5G ટેકનોલોજી અને સેવાઓની ટ્રાયલ માટે ૧૬ અરજીઓ મળી છે. ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં દેશના જુદા જુદા ક્ષેત્રોમાં ફિલ્ડ ટ્રાયલ કરશે. એરટેલે થોડા દિવસો પહેલા 5G ટ્રાયલ કરી હતી. માહિતી અનુસાર, તેના પરિણામો પણ ખૂબ શાનદાર રહ્યા છે.

(10:17 am IST)