Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મોદી સરકાર નવો જીએસટી સ્લેબ લઇ આવવાની તૈયારીમાં

નવો ૧૫% જીએસટી સ્લેબ લવાશેઃ ૧૨% અને ૧૮%ના સ્લેબ નાબુદ થઈ જશે

નવી દિલ્હી : મોદી સરકાર જીએસટીના બે સ્લેબ ૧૨% અને ૧૮%ને એક નવા ૧૫%ના સ્લેબમાં મર્જ કરી દેવા પ્લાનીંગ કરી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : આ અહેવાલ મુજબ હાલમાં ૧૭૮ આઈટમ ઉપર ૧૨% જીએસટી વસૂલ કરવામાં આવે છે અને ૫૧૭ આઈટમો ઉપર ૧૮% જીએસટીનો સ્લેબ વસૂલવામાં આવે છે : નવી વ્યવસ્થા અમલમાં આવશે તો ૬૯૫ આઈટમો ઉપર ૧૫%નો જીએસટી સ્લેબ વસૂલવામાં આવશે : આમ મોદી સરકાર એક નવી વ્યવસ્થા ઉભી કરવા જઇ રહેલ હોવાનુ જાણવા મળે છે : જે મુજબ લગભગ ૭૦૦ આઈટમ ઉપર ૧૫% જીએસટી વસૂલવામાં આવશે અને ૧૨% અને ૧૮% જીએસટી સ્લેબને નાબુદ કરવામાં આવશે

(10:58 am IST)