Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ચૂંટણી પહેલા ભાજપમાં ખુરશીની દૌડ શરૂ

વિધાનસભ્યો કહેવા લાગ્યા વસુંધરા રાજે સર્વમાન્ય નેતાઃ તેઓ જ સી.એમ.નો ચહેરોઃ એક પછી એક જિલ્લામાંથી માંગ...

ફતેહપુર-જયપુર (રાજસ્થાન): હવે પછી વિધાનસભાની ચૂંટણી ર વર્ષ પછી ર૦ર૩માં આવી રહી છે. પરંતુ ભાજપમાં સત્તા માટેની દૌડ અત્યારથી શરૂ થઇ ગઇ છે જૂથબંધી ભયંકર વકરી છે. ભાજપમાં રાજમાતા વસુંધરા રાજે અને સતીશ પુનિયાના જૂથ આમને સમાને આવીજ ગયા છે. ભરતપુર-કોટા પછી હવે જયપુર ભાજપના નેતાઓ પણ વસુંધરા રાજેને ''સીએમ''ના ચહેરા તરીકે પ્રોજેકટ કરવા માંગણી કરવા લાગ્યા છે. તેઓ કહે છે વસુંધરાજી સર્વમાન્ય નેતા છે, તેઓ જ સીએમનો ચહેરો બનશે. ભાજપના વિધાનસભ્યો કાલીચરણે વધુમાં કહેલ કે કોરોના મહામારીને લીધે સરકારનું કોઇ નિયંત્રણ નથી રહ્યું. અમારૃં દુર્ભાગ્ય છે કે દેશમાં સૌથી વધુ ''વેટ'' રાજસ્થાનમાં છે.

(11:29 am IST)