Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને એનસીપીના અધ્યક્ષ જયંત પાટીલને કોરોના પોઝીટીવ

સંપર્કમાં આવેલા તમામને સેલ્ફ કવોરન્ટાઈન થવાની સલાહ આપી

મુંબઈ : મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન અને એનસીપીના અધ્યક્ષ જયંત પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું તેમણે ટવીટ કરી જણાવ્યું હતું. પોતાની તબિયત સ્થિર છે અને ડોકટરની સલાહ અનુસાર સારવાર લઈ રહ્યા હોવાનું પણ તેમણે ટવીટ કરી હતી. આ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામને કાળજી લેવાની અપીલ તેમણે કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીલનો જન્મદિવસ 16મીએ હતો અને સ્વાભાવિક રીતે ઘણાં લોકો તેમને મળ્યા હશે. આ સાથે તેમણે રાષ્ટ્રવાદી પરિવાર સંવાદ યાત્રામાં રાજ્યના ઘણાં ભાગોની મુલાકાત લીધી હતી. તેમણે આ તમામને સેલ્ફ કવોરન્ટાઈન થવાની સલાહ પણ આપી હતી. પાટીલ ઉપરાંત રાવેરના ભાજપ્નાં સાંસદ રક્ષા પાટીલ તેમજ તેમના સસરા અને એનસીપીના નેતા એકનાથ ખડસેને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું હતું. એકનાથ ખડસેનો કોરોના રિપોર્ટ ત્રીજીવાર પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પણ કેબિનેટમાં ડઝનબંધ પ્રધાનને કોરોના થઈ ગયો હતો

(11:33 am IST)