Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મંગળ પર NASAનું રોવર મોકલવામાં ભારતીય મૂળની મહિલા સ્વાતિ મોહનની મુખ્ય ભુમિકા

સ્વાતિ મોહને મંગળ પર પર્સિવરેન્સ રોવરના લેન્ડિંગમાંની જવાબદારી સંભાળી

વોશિંગ્ટનઃ બ્રહ્માંડના રાતા ગ્રહ મંગળ પર નાસાનું રોવર મોકલમાં ભારતીય મૂળની મહિલા એ મુખ્ય ભુમિકા ભજવી છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું પર્સિવરેન્સ માર્સ રોવર ગુરુવારની મધ્યરાત બાદ મંગળ પર જીવનની શોધ માટે ઊતર્યું. તેમાં સૌથી મહત્વની લેન્ડિંગની જવાબદારી સ્વાતિ મોહનની છે.

   પર્સિવરેન્સ રોવરે ભારતીય સમય અનુસાર ગુરુવાર-શુક્રવારની રાતે લગભગ બે વાગ્યે માર્સની સૌથી ખતરનાક ધરી જજીરો ક્રેટર પર લેન્ડિંગ કર્યું. આ ધરી પર ક્યારેક પાણી હોવાનું મનાય છે. નાસાએ દાવો કર્યો છે કે અત્યારસુધીના ઈતિહાસમાં રોવરનું માર્સ પર સૌથી ચોક્કસ લેન્ડિંગ છે. જે ભારતીય મૂળની સ્વાતિ મોહને સંભાળ્યું હતું. પર્સિવરેન્સ રોવર મંગળ પરથી પર્વતોના નમૂના પણ લઈને આવશે

   અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી(JPL)માં માર્સ પર્સિવરેન્સ રોવર મિશનના લેન્ડિંગ દરમિયાન એક મહિલા સતત સમગ્ર વિશ્વને રોવરની સ્થિતિ વિશે જણાવી રહી હતી. આ મહિલા ભારતીય મૂળની અમેરિકાન વિજ્ઞાની સ્વાતિ મોહન છે

  સ્વાતિ મોહન2013થી માર્સ પર્સિવરેન્સ રોવર મિશનમાં સક્રીય છે. સ્વાતિ જ્યારે એક વર્ષની હતી ત્યારે તેનાં માતા-પિતા અમેરિકા શિફ્ટ થઇ ગયા હતા. સ્વાતિ મોહને વોશિંગ્ટન ડીસીની નોધર્ન વર્જિનિયાની હેફિલ્ડ હાઈસ્કૂલમાંથી પ્રાઈમરી શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમજ કોર્નેલ યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્ડ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં બીએસ કર્યું. ત્યાર બાદ તેમણે MS અને PhD કર્યું છે. અહીં પણ તેમનો વિષય એરોનોટિક્સ અને એસ્ટ્રોનોટિક્સ હતો.

   6 પૈડાંવાળું રોબોટ 7 મહિનામાં 47 કરોડ કિલોમીટરની યાત્રા પૂરી કરીને ઝડપથી પોતાના લક્ષ્યની નજીક પહોંચ્યું. તેમાં અંતિમ 7 મિનિટ ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક રહી. એ સમયે એ માત્ર 7 મિનિટમાં રોવર 12 હજાર માઈલ પ્રતિ કલાકની ગતિથી આવ્યું,પછી લેન્ડિંગ થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ તેમની ઓફિસમાં આ લેન્ડિંગ નીહાળ્યું.

પર્સિવરેન્સ માર્સ રોવર અને ઈન્જિન્યુટી હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર કાર્બન ડાયોઓક્સાઈડથી ઓક્સિજન બનાવવાનું કામ કરશે. તે જમીનની નીચે જીવનસંકેતો સિવાય પાણીની શોધ અને એને સંબંધિત તપાસ પણ કરશે, તે એનુું માર્સ એન્વાયર્નમેન્ટલ ડાઇનામિક્સ એનાલાઈઝર મંગળ ગ્રહના વાતાવરણનું અધ્યયન કરશે.

નાસાએ જજીરો ક્રેટરને જ રોવરનું ટચડાઉન ઝોન બનાવ્યું હતું. રોવરે અહીં જ લેન્ડ કર્યું. હવે તે સેટેલાઈટ કેમેરા દ્વારા સંપૂર્ણ માહિતી મેળવશે અને પછી એ નાસાને મોકલશે. આ મિશન અત્યારસુધીનું સૌથી એડવાન્સ્ડ રોબોટિક એક્સપ્લોરર છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, જજીરો ક્રેટર મંગળ ગ્રહની એ ધરા છે, જ્યાં ક્યારેક વિશાળ સરોવર હતું, એટલે કે અહીં પાણી હોવાની માહિતી પૂરતી મળી ચૂકી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે જો મંગળ પર ક્યારેક જીવન હતું, તો એના સંકેત અહીં અવશેષોના રૂપમાં મળી શકશે.

મંગળ ગ્રહના લેટેસ્ટ વીડિયો અને અવાજ રેકોર્ડ કરવા માટે પર્સિવરેન્સ રોવરમાં 23 કેમેરા અને બે માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે. રોવરની સાથે બીજા ગ્રહ પર પહોંચેલું પ્રથમ હેલિકોપ્ટર Ingenuity પણ છે. એના માટે પેરાશૂટ અને રેટ્રોરોકેટ પણ લગાવવામાં આવ્યાં છે. એના દ્વારા સ્મૂધ લેન્ડિંગ થઈ શકે. હવે રોવર બે વર્ષ સુધી જજીરો ક્રેટરને એક્સપ્લોર કરશે.

નાસાના માર્સ મિશનનું નામ પર્સિવરેન્સ માર્સ રોવર અને ઈન્જિન્યુટી હેલિકોપ્ટર છે. પર્સિવરેન્સ રોવર 1000 કિલોગ્રામનું વજન ધરાવે છે. એ પરમાણુ ઊર્જાથી ચાલશે. પ્રથમ વખત કોઈ રોવરમાં પ્લૂટોનિયમના ઈંધણનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રોવર મંગળ ગ્રહ પર 10 વર્ષ સુધી કામ કરશે. એમાં 7 ફૂટનો રોબોટિક આર્મ, 23 કેમેરા અને એક ડ્રિલ મશીન છે. જ્યારે હેલિકોપ્ટરનું વજન 2 કિલોગ્રામ છે.

 

આ રોવરની સાથે 1.1 કરોડ લોકોનાં નામ ત્રણ સિલિકોન ચિપ્સ પર લખીને મોકલવામાં આવ્યાં છે. આ સિવાય વિશ્વના હેલ્થવર્કર્સ માટે એક ટ્રિબ્યૂટ પણ છે. એક નાની એલ્યુમિનિયમ પ્લેટમાં એક રોડ પર વીંટળાયેલી સાપની આકૃતિ છે,જે ગ્લોબલ મેડિકલ સોસાયટીને દર્શાવે છે. એમાં એક લાઈનમાં સેન્ટ્રલ ફલોરિડાથી મંગળનો રસ્તો બતાવવામાં આવ્યો છે. ફલોરિડાના કેપ કનેરવરલ સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું.Swati Mohan

આ પહેલાં પણ નાસાનાં ચાર રોવર મંગળની સપાટી પર ઊતરી ચૂક્યાં છે. પર્સિવરેન્સ નાસાની ચોથી પેઢીનું રોવર છે. આ પહેલાં પાથફાઈન્ડર અભિયાન માટે સોજોનરને વર્ષ 1997માં મોકલવામાં આવ્યું હતું. એ પછી 2004માં સ્પિરિટ અને ઓપર્ચ્યુનિટીને મોકલવામાં આવી. જ્યારે 2012માં ક્યુરિઓસિટી મંગળ પર ગયો હતો

(6:35 pm IST)