Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમેરિકન સિટિઝન્શિપ બિલ- 2021 યુએસ સંસદમાં રજૂ : હજારો ભારતીયોને મળશે લાભ

રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવા અન્ય દેશના પ્રવાસીની સંખ્યા મર્યાદિત કરવા લગાવવામાં આવેલો પ્રતિબંધ ઊઠી જશે

વોશિંગ્ટનઃ હજારો ભારતીયોને લાભ પહોંચાડનાર અમેરિકન સિટિઝન્શિપ બિલ 2021 યુએસ સંસદમાં રજૂ થવા થઇ ગયું. તેનાથી રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવા અન્ય દેશના પ્રવાસીની સંખ્યા મર્યાદિત કરવા લગાવવામાં આવેલો પ્રતિબંધ ઊઠી જશે. પ્રમુખ જો બાઇડેનના આ પગલાંથી અમેરિકી આઈટી કંપનીઓમાં કામ કરતા હજારો ભારતીયોને લાભ થશે.

આ બિલ સંસદમાં રજૂ કરી પ્રમુખ બાઇડન ટ્રમ્પ તંત્રના કાયદાને પલટી નાંખશે. તેમના આ પગલાંથી ગ્રીન કાર્ડ માટે 10 વર્ષ કરતા વધુ સમયથી રાહ જોઇ રહેલાં વ્યવસાયીઓને અમેરિકામાં કાયદેસર રીતે સ્થાયી થવાનો માર્ગ પણ મોકળો થઇ જશે. આ કાયદાથી સૌથી વધુ લાભ ભારતીયોને થશે. સેનેટર બોબ મેનેડેઝ સંસદમાં સાંસદ લિન્ડા સાંચેઝ પ્રતિવનિધિ સભામાં આ બિલ રજૂ કર્યું છે

સંસદમાં આ બિલ પાસ થયા પછી વ્હાઇટ હાઉસમાં મોકલવામાં આવશે. જ્યાં પ્રમુખ બાઇડન તેના પર હસ્તાક્ષર કરશે. બાઇડેને 20 જાન્યુઆરીએ શપત લેતા જ આ બિલ સંસદ માટે મોકલી દીધું હતું. તેના હેઠળ રોજગાર આધારિત પડતર વીઝાને મંજૂરી આપવામાં આવશે.

આ બિલમાં વિશ્વના અનેક દેશોના 11 મિલિયન પ્રવાસીઓને અમેરિકી નાગરિકતા આપવાની જોગવાઇ છે. આ નાગરિકો જે અમેરિકામાં ગેરકાયદે રહી રહ્યા છે.તેમના માટે 8 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

(6:39 pm IST)