Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

પંજાબ પોલીસની સ્પષ્ટતા : વારિસ પંજાબ દે જૂથના તત્વો સામે રાજ્યમાં વ્યાપક કોર્ડન અને સર્ચ ઓપરેશન :78 લોકો ધરપકડ : અમૃતપાલ સિંહ સહિત અન્ય કેટલાક હજુ ફરાર

અત્યાર સુધીમાં એક .315 બોરની રાઈફલ, 12 બોરની સાત રાઈફલ, એક રિવોલ્વર અને વિવિધ કેલિબરના 373 જીવતા કારતૂસ સહિત નવ હથિયારો મળ્યા

પંજાબ પોલીસની સત્તાવાર સ્પષ્ટતા આવી છે જેમાં જણાવાયુ છે કે  "વારિસ પંજાબ દે જૂથના તત્વો સામે રાજ્યમાં વ્યાપક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાકની અટકાયત કરવામાં આવી છે. અમૃતપાલ સિંહ સહિત અન્ય કેટલાક લોકો હજુ ફરાર છે અને તેમને પકડવા માટે મોટાપાયે શોધખોળ શરૂ કરવામાં આવી છે."


રાજ્યવ્યાપી ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં એક .315 બોરની રાઈફલ, 12 બોરની સાત રાઈફલ, એક રિવોલ્વર અને વિવિધ કેલિબરના 373 જીવતા કારતૂસ સહિત નવ હથિયારો મળી આવ્યા છે.  વારિસ પંજાબ દે તત્વો વર્ગો વચ્ચે અસંતુલન ફેલાવવા, હત્યાનો પ્રયાસ, પોલીસ કર્મચારીઓ પર હુમલો અને જાહેર સેવકોની ફરજોના કાયદેસર રીતે નિભાવવામાં અવરોધ ઉભો કરવા સંબંધિત ચાર ગુનાહિત કેસોમાં સંડોવાયેલા છે.  અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા માટે FIR નોંધાયેલ છે તેમ પંજાબ પોલીસે જણાવ્યું છે.

(12:00 am IST)