Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ઇસ્લામાબાદની કોર્ટે કહ્યું આ સ્થિતિમાં સુનાવણી થઈ શકે નહીં: ઇમરાન ખાન સામેનું ધરપકડ વોરંટ રદ: ૩૦મીએ હાજર થવા હુકમ

ઇમરાન ખાન સામેનું ધરપકડ વોરંટ રદ: ૩૦મીએ હાજર થવા હુકમ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન કોર્ટના દરવાજા સુધી આવી પરત ચાલ્યા ગયા

 ઈસ્લામાબાદની સેશન્સ કોર્ટે પોલીસ અને ઈમરાન ખાનના સમર્થકો વચ્ચે ઘર્ષણ બાદ સુનાવણી મુલતવી રાખતા કહ્યું, "આ સ્થિતિમાં સુનાવણી થઈ શકે નહીં. પોલીસે કાર્યકરોને કોર્ટ પરિસરમાં આવવા દીધા ન હતા અને ઈમરાનને પ્રવેશદ્વાર પર જ તેમની હાજરી પુરાવવા કોર્ટે મંજૂરી આપી હતી.

 

(10:24 pm IST)