Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

પોર્ન સ્ટાર સંબંધિત કેસમાં ધરપકડ થવાનો ટ્રમ્પને ભય: સમર્થકોને કહ્યું કે ધરપકડ થાય તો સખત વિરોધ કરવો

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભૂતપૂર્વ પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા આપવાના આરોપમાં તેમની ધરપકડ થઈ શકે છે.
તેમણે તેમના સમર્થકોને પોતાની ધરપકડ થાય તો વિરોધ કરવા કહ્યું છે.  પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના સોશિયલ પ્લેટફોર્મ ટ્રુથ પર કહ્યું છે કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો તેમના સમર્થકોએ તેનો સખત વિરોધ કરવો જોઈએ.
ટ્રમ્પના વકીલે કહ્યું કે તેમણે મીડિયા રિપોર્ટના આધારે આ નિવેદન આપ્યું છે.  જો આમ થશે તો તેઓ પહેલા એવા અમેરિકી રાષ્ટ્રપતિ હશે જેમની સામે ફોજદારી કેસમાં કાર્યવાહી કરવામાં આવશે.

   
(10:28 pm IST)