Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

બીજી વનડે- ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડીયાનો ફ્લોપ શો: 117 રનમાં ઓલઆઉટ

બીજી વનડે- ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડીયાનો ફ્લોપ શો: 117 રનમાં ઓલઆઉટ IND-AUS બીજી વન-ડે:ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સૌથી ઓછો સ્કોર: ગિલ-સૂર્યા સહિત 4 બેટર્સ ઝીરોમાં આઉટ: ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 31 રન બનાવ્યા

વિશાખાપટ્ટનમ:  ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની બીજી મેચ રવિવારે વિશાખાપટ્ટનમના ડો.વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. કાંગારૂઓએ ભારતને 26 ઓવરમાં જ 117 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મિચેલ સ્ટાર્કે જ શરૂઆતમાં ભારતના ટૉપ ઓર્ડરનો ખાત્મો બોલાવી દીધો હતો. ટીમ ઈન્ડિયાની અડધી ટીમ 50 રનની અંદર જ પેલેવિયન ભેગી થઈ ગઈ હતી. આ પછી વિરાટ અને જાડેજાએ ટીમની ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કોહલી આઉટ થતા ફરી ટીમનો ધબડકો થયો હતો અને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. તો સીન અબ્બોટે 3, જ્યારે નાથન એલિસે 2 વિકેટ લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 31 રન બનાવ્યા હતા. તો અક્ષર પટેલે 29 રન કર્યા હતા. રવીન્દ્ર જાડેજાએ 16 રન કર્યા હતા.

ટૉપ-6માંથી 4 બેટર્સ ડબલ ડીજીટ સુધી પહોંચી શક્યા નહીં

ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને ટીમના 3 રનના સ્કોર પર ઓપનર શુભમન ગિલ એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની બોલિંગમાં માર્નસ લાબુશેનના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા (13 રન) સ્ટાર્કના જ બોલ પર આઉટ થયો હતો. તે સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયા હતા. કેપ્ટન પછી રમવા આવેલા સૂર્યકુમાર યાદવ (0), કેએલ રાહુલ (9) અને હાર્દિક પંડ્યા (1) આઉટ થયા હતા. આ ત્રણેય ડબલ ડીજીટ પણ ક્રોસ કરી નહોતા શક્યા.

(4:51 pm IST)