Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે એક્શન મોડમાં :આજથી ત્રણ દિવસના પ્રવાસે

કોંગ્રેસ નેતા હુબલી એરપોર્ટથી બેલગાવી સડક માર્ગે પહોંચશે:‘યુવાક્રાંતિ સમાવેશ’ની તૈયારીઓની સમીક્ષા કરશે:બેંગલુરૂ પરત ફ્રેઝ રાત્રિરોકાણ કરશે

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી એટલે કે 19 માર્ચથી 3 દિવસના કર્ણાટક પ્રવાસ પર છે. અહીં તે કેટલાક કાર્યક્રમમાં હાજરી આપશે. તે બેંગલુરૂ, ઉત્તર કર્ણાટકના જિલ્લા બેલગાવી અને તુમકારૂ જિલ્લાના કુનિગલમાં કાર્યક્રમોમાં ભાગ લેશે

 . ભારત જોડો યાત્રા પૂર્ણ થયા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ રીતે સક્રિય થશે, જ્યાં મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે.

કોંગ્રેસ નેતા હુબલી એરપોર્ટથી બેલગાવી સડક માર્ગે પહોંચશે, જ્યાં તે ‘યુવાક્રાંતિ સમાવેશ’ની તૈયારીઓની સમીક્ષા કરશે. ત્યારબાદ તે બેંગલુરૂ પરત ફરશે, જ્યાં તે રાત્રિરોકાણ કરશે અને આ દરમિયાન પાર્ટી નેતાઓની સાથે તે મિટિંગ કરી શકે છે

(7:47 pm IST)