Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જાણો ડોકટરની સલાહ

સુનામી જેવી કોરોનાની બીજી લહેરથી કેવી રીતે બચવું ???

નવી દિલ્હી,તા. ૧૯: ઘાતક કોરોના વાયરસની બીજી લહેર દેશમાં સંક્રમણ અને મોત બાબતે સુનામી બનતી જાય છે. ત્યાર દેશના મુખ્ય ડોકટરોમાં સામેલ સીએસ પ્રમેશે કેટલાક સૂચનો શેર કર્યા છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ભારે ભીડ છે. અને બેડ, ઓકસીજનનો સપ્લાય અને જરૂરી દવાઓની અછતની ફરીયાદો આવી રહી છે. ત્યારે ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને માઇક્રોબ્લોગીંગ વેબસાઇડ ટ્વીટર પર એક સુત્ર શેર કર્યું, જેને મુંબઇની ટાટા મેમોરીયલ હોસ્પિટલના થોરેસીક સર્જન અને ડાયરેકટર ડોકરટનું સીએસ રેમેશ તૈયાર કર્યું છે. સિલસિલાવર ટવીટ દ્વારા તેમણે જણાવ્યું કે સમગ્ર પરિસ્થિતી સારી નથી અને તેજે દૂર કરવાની રીતો બતાવી છે. પ્રમેશે સૂચન કર્યું છે કે જો લોકો સંક્રમિત થયા હોય તો તેમણે પોતાને અને બીજાને બચાવવા જોઇએ. બચવા માટે કોઇ જાદુઇ છડી નથી પણ લોકોએ મુળ વાત ધ્યાનમાં રાખવી જોઇએ. તેમાં માસ્ક, શકય એટલુ અંતર અને વારંવાર હાથ ધોવાનું સામેલ છે.

દેશના ટોચના ડોકટરે આ સલાહ આપી છે કે છ ફૂટનું અંતર સારૃં છે. પણ ઓછામાં ઓછા ત્રણ ફૂટનું અંતર તો રાખવું જ જોઇએ. તેમણે લોકોને ભીડવાળી જગ્યાથી દૂર રહેવા અને બીજા લોકોને વધારે ન મળવાનો આગ્રહ કર્યો હતો. આ ઉપરાતં રસીકરણ અને તાવ આવે તો પેરાસીટામોલ લેવાની પણ સલાહ આપી છે.

(12:00 pm IST)