Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

બીજો ડોઝ છ મહિના સુધીમાં લેવાશે તો પણ અસર થશે

એક મહિનાની અંદર બીજો ડોઝ અપાય તો એ ખાસ અસરકારક નથી : ઇમ્યુનોલોજિસ્ટ રથ

નવી દિલ્હી,તા. ૧૯: કોવીશિલ્ડની વેકિસનનો બીજો ડોઝ ચાર-છ સપ્તાહે, દ-૮ સપ્તાહે કે ૮-૧૨ સપ્તાહે લેવો? ભારતમાં વેકિસનના બે ડોઝ વચ્ચેની મુદતમાં વધારો અને બ્રિટનમાં આ જ સમયમાં ઘટાડો થવાથી સામાન્ય વ્યકિત મૂંઝવણમાં છે. જોકે, નિષ્ણાતો જણાવે છે કે, બીજો ડોઝ છ મહિના પહેલાં ગમે ત્યારે લેવાય તો પણ એ બૂસ્ટર ડોઝ તરીકે અસરકારક રહેશે. એટલે આ મુદ્દે ચિંતિત થવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, સરકારે ગયા સપ્તાહે નેશનલ ટેકિનકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) ની ભલામણના આધારે કોવીશિલ્ડની વેકિસનના બે ડોઝ વચ્ચેની મુદત વધારીને ૧૨-૧૬ સપ્તાહ કરી હતી, જે અગાઉ મહત્ત્।મ આઠ સપ્તાહ હતી. જોકે, એક દિવસ પછી ઇંગ્લેન્ડે કોરોનાના ભારતીય વેરિયન્ટના સંકમણને ધ્યાનમાં રાખીને વેકિસનના બે ડોઝ વચ્ચેની મુદત ૧૨ સપ્તાહથી ઘટાડી ૮ સપ્તાહ કરી હતી.

ભારતમાં વેકિસનની અછત હોવાથી સરકારે બે ડોઝ વચ્ચેની મુદત ઘટાડી હોવાના આરોપોને પગલે ઇમ્યુનોલોજિસ્ટ રથે જણાવું હતું કે, 'વેકિસનના પહેલા ડોઝને ચાર સપ્તાહ વીતી ગયા પછી બીજો ડોઝ અનુકૂળતા પ્રમાણે છ મહિના સુધીમાં ગમે ત્યારે લઈ શકાય.' વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર વેકિસનના ડોઝ ગમે ત્યારે આપવામાં આવે તે સુરક્ષા આપે છે પણ પ્રથમ ડોઝના એક મહિનાની અંદર બીજો ડોઝ અપાય તો એ ખાસ અસરકારક રહેતો નથી.

રથે જણાવ્યું હતું કે, 'વેકિસનનો પ્રથમ ડોઝ લીધો હોય અથવા કોવિડ થયો હોય એવી ભકિત ઓછામાં ઓછા ચાર સપ્તાહ પછી ગમે ત્યારે બીજો ડોઝ લઈ શકે. ઉપરાંત, બીજો ડોઝ છ મહિના સુધીમાં ગમે ત્યારે અપાય તો પણ તે અસરકારક 'બુસ્ટર' પુરવાર થાય છે. એટલે બીજો ડોઝ અથવા કોવિડ થયા પછી પહેલો ડોઝ ચાર સપ્તાહ પછી તરત લેવો જરૂરી નથી.'

રથે વધુમાં જણાવ્યું હતું કે, 'NTAGIએ આ નવી ભલામણો પુરાવાના આધારે કરી છે અને વ્યવહારિક પગલાંને ટેકો આપવાનો પ્રયાસ કરી રહી છે.'

ઇંગ્લેન્ડે કોવીશિલ્ડના બે ડોઝ વચ્ચેની મુદત ઘટાડી હોવા બાબતે ઇમ્યુનોલોજિસ્ટ વિનીતા બલે જણાવ્યું હતું કે, 'આવા નિર્ણયો જે તે જગ્યાની સ્થિતિના આધારે લેવાતા હોય છે. તેના માટે કોઈ 'હા કે ના'માં કોઈ સ્પષ્ટ જવાબ આપી શકાય નહીં.'

(10:08 am IST)