Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સીરમના પુનાવાલાની સ્પષ્ટ વાત

આટલી મોટી જનસંખ્યાવાળા દેશમાં ૨-૩ મહિનામાં ન થઇ શકે બધાનું વેકિસનેશન

નવી દિલ્હી,તા.૧૯: દેશ આ સમયે કોરોના સંક્રમણની બીજી લહેરની ઝપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસથી ૪ હજારથી વધુ લોકોના એક દિવસમાં મૃત્યુ થઈ રહ્યાં છે. આ કારણ છે કે વેકિસનની માંગ વધી રહી છે. ઘણી રાજય સરકારોએ તો વેકિસનની કમી પર સવાલ ઉઠાવ્યા છે. આ વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ એક નિવેદન જારી કરી કહ્યુ કે, ભારત મોટી જનસંખ્યાવાળો દેશ છે અને આટલી મોટી વસ્તીને ૨-૩ મહિનામાં વેકિસનેશન કરવી શકય નથી.

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું- આપણે વિશ્વની સૌથી મોટી વસ્તીવાળા બે દેશોમાંથી છીએ, આટલી મોટી જનસંખ્યાનું રસીકરણ ૨-૩ મહિનામાં પૂરુ ન થઈ શકે. તેમાં ઘણા પ્રકારના પડકાર અને કારણ સામેલ હોય છે. આખા વિશ્વને રસી લગાવવામાં ૨-૩ વર્ષનો સમય લાગશે.

સીરમે કહ્યું કે, પાછલા વર્ષે અમારી પાસે વેકિસનનો મોટો સ્ટોક હતો અને આપણી વેકિસનેશન ડ્રાઇવ સફળતાની સાથે શરૂ થઈ. તે સમયે કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં હતા અને રેકોર્ડ સ્તર પર દ્યટી રહ્યા હતા. તે સમયે મોટાભાગના લોકો, જેમાં સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા નિષ્ણાંતો સામેલ છે, માની રહ્યાં હતા કે દેશમાં મહામારી હવે ખતમ થવા પર છે.

તેમણે કહ્યું કે, જયારે તે દરમિયાન દુનિયાના ઘણા દેશ મુશ્કેલમાં હતા અને તેને મદદની જરૂર હતી. આ દરમિયાન આપણી સરકારે જયાં શકય થઈ શકયું, મદદ પહોંચાડી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આપણે તે સમજવુ પડશે કે મહામારીની કોઈ જીયોગ્રાફી કે રાજનૈતિક બાઉન્ડ્રી નથી. આપણે ત્યાં સુધી સુરક્ષિત નથી, જયાં સુધી દુનિયામાં દરેક વ્યકિત તેને હરાવવા માટે કાબિલ ન થઈ જાય.

સીરમ તરફથી કહેવામાં આવ્યું કે, અમે ૨૦ કરોડથી વધુ ડોઝની ડિલિવરી કરી છે, છતાં તે માટે અમને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી યૂએસની ફાર્મા કંપનીને મંજૂરી મળ્યાના બે મહિના બાદ મળી. જો કુલ ડોઝ બનાવવા અને ડિલિવર કરવા પર નજર કરો તો અમે દુનિયામાં ટોપ-૩જ્રાક્નત્ન છીએ. અમે નિર્માણ સતત વધારી રહ્યાં છીએ અને ભારતને પ્રાથમિકતા આપીએ છીએ. અમને તે વાતની આશા છે કે અમે  ઘ્બ્સ્ખ્હ્ર અને અન્ય દેશોને આ વર્ષના અંત સુધી વેકિસનની ડિલિવરી આપવાનું શરૂ કરી દેશું.

કંપનીના સીઈઓ પૂનાવાલાએ કહ્યુ કે, અમે ભારતના લોકોનો જીવ ખતરામાં મૂકી વેકિસન એકસપોર્ટ કરી નથી. અમે દેશમાં વેકિસનેશન ડ્રાઇવને સમર્થન આપવા માટે પ્રતિબદ્ઘ છીએ.

(10:10 am IST)