Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

૨૪ કલાકમાં રેકર્ડબ્રેક ૪૫૨૯ના મોત

૨,૬૭,૩૩૪ કેસ નોંધાયાઃ સતત ત્રીજા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ : કોરોનાના ઘટતા કેસ રાહત આપનારા છે પરંતુ મૃત્યુઆંક આંચકો આપનારો

નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં કોરોનાના સતત ત્રીજા દિવસે ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે. પરંતુ મૃત્યુઆંક વધવાનોક્રમ ચાલુ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના ૨,૬૭,૩૩૪ નવા કેસ નોંધાયા છે અને ૪૫૨૯ના મોત થયા છે. બીજી બાજુ આ સમયગાળો ૩,૮૯,૮૫૧ લોકો સ્વસ્થ થયા છે. મંત્રાલય દ્વારાકજાહેર થયેલા આંકડા મુજબ, દેશમાં હાલમાં ૩૨,૨૬,૭૧૯ એકિટવ કેસ છે. બીજી બાજુ અત્યાર સુધી ૨,૧૯,૮૬,૩૬૩ લોકો ડિસ્ચાર્જ થયા અને સ્વસ્થ થયા છે. તેની સાથે જ મૃતકોની સંખ્યા ૨,૮૩,૨૪૮ થઇ છે.

નવા કેસ મળ્યા બાદ દેશના કુલ એકિટવ કેસોની સંખ્યા ૧,૨૭,૦૪૬દ્ગટ ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાથી હાલમાં ૧.૧૦ ટકા લોકોના મોત થયા છે. બીજી બાજુ ૮૫.૬૦ ટકા લોકો ડિસ્ચાર્જ અને સ્વસ્થ થયા છે. બીજી બાજુ ૧૩.૨૯ ટકા એકિટવ કેસ છે.

બીજી બાજુ કોરોના રસીની ૧૮.૫૭ કરોડથી વધુ ડોઝ લગાવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ૧૮-૪૪ ઉંમરના ૫,૧૪,૪૦૮ લોકોને કોરોનાનો પ્રથમ ડોઝ લગાવામાં આવ્યો છે. આ પ્રકારે આ રસીકરણના ત્રીજા ચરણની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૬ રાજયો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ ઉંમરના ૬૪,૬૦,૬૨૪ લોકોએરસી મુકાવી છે.

(10:56 am IST)