Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અમેરિકાના ભારતીય ડોકટરો કોરોનાના દર્દીઓની વહારેઃ ઓનલાઇન માર્ગદર્શન

ભારતીય સમય મુજબ દરરોજ સવારે ૭.૩૦ થી ૯.૩૦ ઝૂમ એપ્લીકેશનથી નિઃશુલ્ક સેવાઃ વેબસાઇટ www.givebacktoindia.com

રાજકોટ તા. ૧૯ :.. અમેરિકા ખાતે વસેલા મૂળ ગુજરાતી સહિતના ભારતીય ડોકટરો દ્વારા 'ગીવ બેક ટુ ઇન્ડિયા મિશન' હેઠળ ભારતના લોકો માટે ફ્રી કોવિડ ડોકટર કન્સલટેશન ઝૂમ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. ભારતીય સમય મુજબ દરરોજ સવારે ૭.૩૦ થી ૯.૩૦ સુધી ઝૂમ એપ્લીકેશનથી આ કાર્યક્રમમાં જોડાઇ શકાશે. તેમ કાર્યક્રમના કો.ઓર્ડીનેટર ધ્રુદાત પટેલ જણાવે છે.

અમેરિકા સ્થિત તબીબી ક્ષેત્રના નામાંકિત સર્વશ્રી ડો. નવનિત મહેતા, ડો. જીતેન્દ્ર પટેલ, ડો. ગૌરાંગ ઝાલા, ડો. પંકજ શાહ, ડો. રીન્કેશ પટેલ, ડો. ચેતન પટેલ વગેરે માર્ગદર્શન આપશે. આ કાર્ય માટે કુલ ૧પ થી વધુ ડોકટરોની ટીમ કાર્યરત છે. લાભાર્થી ગુજરાતી, હિન્દી, અથવા અંગ્રેજી પૈકી પસંદગીની કોઇપણ ભાષના માધ્યમથી લાભ લઇ શકશે. કોરોનાના દર્દીઓને દર્દને લગતુ વિસ્તૃત ઉપયોગી માર્ગદર્શન મળી શકશે. ઝૂમ એપ્લીકેશનથી જોડાવા માટે વેબસાઇટ www.givebacktoindia.com ઉપર માહિતી ઉપલબ્ધ છે. ઇ-મેઇલ એડ્રેસ :- doctortelemedicine.indiacovid19@gmail.com

zoom meeting link :

https://us02web.zoom.us/j/87006347985?pwd=dElvUmk0SnF3bktmL1NpczFweW5jdz09

(11:56 am IST)