Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કર્ણાટક કેરળ અને તામિલનાડુમાં ૩૦ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા છે: જ્યારે આંધ્ર અને મહારાષ્ટ્રમાં ૨૧ અને ૨૮ હજાર નવા કેસ થયા: પશ્ચિમ બંગાળમાં ૧૯,૪૨૮ કોરોના કેસ ૨૪ કલાકમાં નોંધાયા

નવી દિલ્હી : દેશના અન્ય રાજ્યોમાં ઓરિસ્સામાં દસ હજાર:  યુપીમાં ૮૬૭૩: રાજસ્થાન ૮૩૮૯: હરિયાણા ૭૭૭૪: પંજાબ ૭૦૬૬: ગુજરાતમાં ખૂબ જ કેસ ઘટી ગયા ૬૪૪૭  નવા કેસ નોંધાયા: જ્યારે મધ્યપ્રદેશમાં ૫૪૧૨: જમ્મુ અને કાશ્મીરમાં ૩૯૬૮ અને મણીપુરમાં સૌથી ઓછા ૬૨૪ કોરોના કેસ સવાર સુધીમાં નોંધાયા છે

  દેશના મહત્વના શહેરોમાં જોઈએ તો બેંગ્લોરમાં સૌથી વધુ ૮૬૭૬ કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબરે ચેન્નાઈમાં ૬૦૧૬: દિલ્હીમાં ૪૪૨૮: કોલકત્તામાં ૩૮૮૫: મહારાષ્ટ્રના પૂણેમાં ખૂબ જ કેસ ઘટી ગયા ૩૭૦૫: રાજસ્થાનના જયપુરમાં ૨૬૭૬: ગુજરાતના અમદાવાદમાં ૧૮૬૨, વડોદરા ૪૪૨, સુરત ૩૨૨ અને રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૮૭ નવા કેસ નોંધાયા: જ્યારે ગોવામાં ૧૩૫૮: મધ્યપ્રદેશના ઈંદોરમાં ૧૨૬૨: મુંબઈ ૯૫૩: ભોપાલ ૬૬૧: હૈદરાબાદ ૬૦૭ અને લખનૌમાં ૫૦૨ નવા કોરોના કેસ સવાર સુધીમાં  નોંધાયા છે

(12:09 pm IST)