Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ભારતમાં કોરોના કેસ સતત ત્રણ લાખ નીચે રહ્યા છે, પરંતુ મૃત્યુનો આંક ભયજનક વધતો જાય છે: ૨૪ કલાકમાં ૪૫૨૯ નવા મૃત્યુ, ૨.૬૭ લાખ નવા કેસ અને સાજા થયા ૩.૮૯ લાખ લોકો: ૨૦ લાખ નવા ટેસ્ટ કરાયા

નવી દિલ્હી : નવા કોરોના કેસમાં વિશ્વમાં બીજા નંબરે બ્રાઝિલમાં ફરી કેસમાં ઉછાળો ૭૪ હજાર નવા કેસ નોંધાયા: અમેરિકામાં કેસો ઘટતાં જાય છે ૨૭ હજાર નવા કેસ: ફ્રાંસમાં ૧૭ હજાર: રશિયામાં ૮ હજાર; જર્મની ૭ હજાર; ઇટલી ૪ હજાર; કેનેડા ૪ હજાર: જાપાન ૩૬૦૦; ઇંગ્લેન્ડ ૨૪૦૦; યુનાઇટેડ આરબ અમીરાત ૧૨૭૦; સાઉદી અરેબિયા ૧૦૪૭: ચીન ૨૦; ઓસ્ટ્રેલિયા ૫ અને રાબેતા મુજબ હોંગકોંગમાં ૧ નવો કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે
અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૮ નવા મૃત્યુ થયા, ૨૭ હજાર નવા કેસ, પોઝિટિવીટી રેઈટ ૩.૨ ટકા, હોસ્પિટલમાં ૨૮૮૯૪ દર્દી સારવાર લઈ રહ્યા7 છે: ૭૯૨૪ લોકો આઈસીયુ માં છે: અમેરિકામાં ૪૭.૬૫ ટકા લોકોને પ્રથમ ડોઝ અને ૩૭.૪૫ ટકા લોકોને બીજો ડોઝ વેકસીનનો અપાઇ ચૂકયો છે

(12:12 pm IST)