Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો : તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ ભાજપના 16 કાર્યકરોની હત્યા કરી હોવાની રાવ : રાજ્યપાલનો અહેવાલ મગાવવા અરજ : ચૂંટણી પછી થઇ રહેલી હિંસાના પગલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન

ન્યુદિલ્હી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થઇ રહેલી હિંસાના પગલે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા  સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરાઈ છે. જેમાં જણાવ્યા મુજબ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ ભાજપના 16 કાર્યકરો / સમર્થકોની હત્યા કરી હોવાના અહેવાલ છે.જે મામલે રાજ્યપાલનો અહેવાલ મગાવવા અરજ કરાઈ છે.

એડવોકેટ ઘનશ્યામ ઉપાધ્યાયે કરેલી અરજીમાં ભાજપના સોળ સમર્થકો / કાર્યકરોની  હત્યાની તપાસ માટે સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ (એસઆઈટી) ની રચનાની પણ માંગ કરવામાં આવી છે.

અરજદારે અદાલતને પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા રાજ્યપાલને નિર્દેશ આપવા અને રાજ્યમાં કાયદો કે શાસન નથી અને બંધારણની સંપૂર્ણ નિષ્ફળતા પ્રવર્તી રહી હોવાથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા કેન્દ્ર સરકારને સૂચના આપવા અરજ કરી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ અખબારો / ન્યુઝ ચેનલોના  અહેવાલ દ્વારા  જે પુરાવા જાહેર થયા છે અને તે સ્પષ્ટ છે કે 16 ભાજપના કાર્યકરો / ટેકેદારો / સહાનુભૂતિ દર્શાવનારાઓ કે જેમણે 2021 ની ચૂંટણીમાં પાર્ટી ભાજપને  મત આપ્યો છે. તેમની  હત્યાના ગુનેગારો અન્ય કંઈ નથી. ટી.એમ.સી.ના ગુંડાઓ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:35 pm IST)