Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

' પી.એમ.કેર્સ ફંડ ' : પબ્લિક હેલ્થ ઇમરજન્સી માટે શરૂ કરાયેલ આ ફંડ દ્વારા વપરાયેલી રકમનો કોર્ટ સમક્ષ હિસાબ આપો : કોવિદ -19 માટે ફાળવાયેલા 3000 કરોડ રૂપિયા પૈકી ક્યા પ્રોજેક્ટ માટે કેટલી રકમ વાપરવામાં આવી તે અંગે વિરોધાભાસી અહેવાલો જોવા મળે છે : સોશિઅલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેની સુપ્રીમ કોર્ટમાં પિટિશન

ન્યુદિલ્હી : પબ્લિક હેલ્થ ઇમરજન્સી માટે ગયા વર્ષે મે મહિનામાં શરૂ કરાયેલ પી.એમ.કેર્સ ફંડ દ્વારા  વપરાયેલી રકમનો કોર્ટને  હિસાબ આપવા સોશિઅલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે.
જેમાં જણાવાયા મુજબ આ ફંડ મારફત કોવિદ -19 માટે  3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે પૈકી ક્યાં પ્રોજેક્ટ માટે કેટલી રકમ વાપરવામાં આવી તે અંગે વિરોધાભાસી અહેવાલો જોવા મળે છે .

આ ફંડમાંથી વેન્ટિલેટર ખરીદવા માટે 2000 કરોડ ફાળવાશે ,પરપ્રાંતીય મજૂરો માટે 1000 કરોડ તથા  100 કરોડ રૂપિયા રસીના વિકાસ માટે વપરાશે તેમ જણાવાયું હતું. પરંતુ મીડિયા અહેવાલોમાં, આ ફંડમાંથી ક્યાં પ્રોજેક્ટ માટે કેટલી રકમ વપરાઈ તે  અંગે વિરોધાભાસી અહેવાલો પ્રાપ્ત થાય છે.

પિટિશનમાં જણાવાયા મુજબ આ ભંડોળનો મુખ્ય ઉદ્દેશ કોવિદ -19  સહિત 'પબ્લિક હેલ્થ ઇમરજન્સી' સંબંધિત કોઈ પણ પ્રકારની રાહત અથવા સહાય હાથ ધરવા અને ટેકો આપવાનો છે.જે માટે ફંડ દ્વારા ભારત તેમજ વિદેશી નાણાકીય યોગદાન એકત્રિત કરવામાં આવ્યા છે, જેમાં કર્મચારીઓ તથા અન્યો  દ્વારા પગારના યોગદાનનો પણ સમાવેશ થાય છે.

 આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કોવિદ -19  માટે કરેલી વિવિધ ફાળવણીઓ અંગેની તમામ માહિતી આ માનનીય અદાલતને પહોંચાડે તે મહત્વનું છે કે જેમાં નાણાકીય ફાળવણી કરવામાં આવી તે પ્રોજેક્ટની પ્રગતિ પર કેવી દેખરેખ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મે  2020 માં, વડાપ્રધાન કાર્યાલયે (પીએમઓ) આરટીઆઈ અરજીના જવાબમાં પીએમ કેર્સ  ફંડ વિશેની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તથા જણાવ્યું હતું કે આ  ભંડોળ માહિતી અધિકાર અધિનિયમ, 2005 ની કલમ 2 (એચ) હેઠળ 'પબ્લિક ઓથોરિટીની વ્યાખ્યામાં આવતું નથી.  તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(2:46 pm IST)