Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

શીખવા જેવુઃ બ્રીટન અમેરિકા કોરોનાની બીજી લહેરમાંથી કઇ રીતે બહાર આવ્યુ

સખ્ત લોકડાઉન પહેલા ડોઝ ઉપર ફોકસ, ટ્રીટમેન્ટ મોનટરીંગ અને ટેસ્ટીંગ વધારી લોકોને બચાવ્યા

લંડનઃ બ્રિટનમાં કોરોનાની બીજી લહેર આવતા જ લોકડાઉન અને અમેરિકામાં કોવિડ નિયમો તોડવા બદલ ભારે દંડ તથા સાર્વજનીક સ્થળોએ ૬ થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાડાયેલ. જેનાથી ઉલટુ ભારતમાં બીજી લહેર દરમિયાન ચૂંટણી, ધાર્મિક આયોજનો બાદ દેશમાં મોટા ભાગના રાજયોમાં સખત લોકડાઉન લગાડાયેલ.

અમેરિકા અને બ્રીટને પહેલો ડોઝ આપવા ઉપર ફોકસ કર્યુ. બીજા ડોઝ લેવાની અવધી એક મહિનો વધારી ૩ માસ કરેલ. જેથી બ્રિટનમાં ૬૩ ટકા અને અમેરિકામાં ૫૦ ટકા લોકોને વેકસીન અપાઇ ગઇ. ભારતમાં મુશકેલથી ૧૩ ટકા લોકોને પહેલો ડોઝ અપાયેલ.

પહેલી લહેર બાદ બંને દેશોએ ટેસ્ટ એન ટ્રીટમેન્ટનું સખત મોનીટરીંગ સીસ્ટમ તૈયાર કર્યુ. એનો ફાયદો એ થયો કે ૯૦ ટકાથી વધુ લોકો હોમઆઇસોલેશનમાં જ સાજા થયા. બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સરેરાશ પણ ઓછી રહી. હોસ્પિટલમાં લોડ ન થયેલ, જયારે ભારતમાં આવું ન થયું.

બીજી લહેરમાં નવા સ્ટ્રેનની ઓળખ માટે ઝડપથી તપાસ તથા જીનોમ સીક્રેનીંગ કરવામાં આવેલ. બ્રિટનમાં ૧ લાખની વસ્તી ઉપર ૧૫૯૬ જયારે ભારતમાં ફકત ૧૧૪ લોકોનું કોરોના ટેસ્ટીંગ થયેલ. વધુ ટેસ્ટીંગથી સંક્રમણની ઓળખ અને ઇલાજ સરળ થયેલ. પણ આપણે ત્યાં ટેસ્ટીંગ ઘટવાની ખબરો આવતી રહેલ.

બંને દેશોએ હોસ્પિટલમાં બીનજરૂરી દર્દીઓની ભીડ ઉપર કાબુ મેવ્યો. બેડ ફકત ગંભીર દર્દીને મળે અને વીઆઇપી કલ્ચર ન ઉભુ થાય તેના ઉપર વધુ ધ્યાન આપ્યુ. જયારે આપણે ત્યાં આવું ન થઇ શકયુ અને મોટી સંખ્યામાં દર્દીઓએ બેડ ન મળવાથી દમ તોડયો છે.

(3:18 pm IST)