Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વિશ્વના અનેક દેશો ત્રીજી - ચોથી લહેરમાંથી પસાર થઇ રહયા છે

જયાં વેકસીનેશન વધુઃ ત્યાં કોરોના લહેરનો કહેર પણ ઓછો

નવી દિલ્હીઃ આખો દેશ કોરોનાની ચપેટમાં છે. પહેલી લહેરથી વધુ ખતરનાખ બીજી લહેર છે અને આ જ કારણથી મૃત્યુદર પણ વધુ છે. નવેમ્બરમાં આવનારી સંભવીત ત્રીજી લહેરને વધુ ખતરનાખ ગણાવાઇ રહી છે. જો કે વિશ્વના અનેક દેશ ત્રીજામાંથી નિકળી ચોથી લહેરનો સામનો કરી રહયા છે.

દરેક લહેર પહેલાથી વધુ પડકારરૂપ છે. એવામાં માનવામાં આવી રહયુ છે કે ભારતમાં પણ ત્રીજી લહેર બીજી કરતા વધુ ખતરનાખ હશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બીજી લહેરમાં ૩૦ થી ૫૦ની ઉંમરના લોકો વધુ પ્રભાવિત થયેલ. જો કે ત્રીજી લહેરનો પ્રભાવ તેના ઉપર નિર્ભર રહેશે કે રસીકરણ કયાં સ્તર ઉપર થયુ છે.ત્રીજી લહેર આવ્યા પહેલા કેટલા લોકોને રસીકરણ કરાયુ છે તે મહત્વપૂર્ણ રહેશે. કોવીડ પ્રોટોકોલનું પાલન કેવી રીતે થઇ રહયુ છે. ખુદ અમેરિકા જ તેનું ઉદાહરણ છે જેણે ચોથી લહેર ઉપર કાબુ મેળવ્યો છે.

(3:21 pm IST)